કોરોના નામના બાળકે ટૉમ હેન્ક્સને લખ્યો પત્ર, અભિનેતા થયો ભાવુક

25 April, 2020 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના નામના બાળકે ટૉમ હેન્ક્સને લખ્યો પત્ર, અભિનેતા થયો ભાવુક

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને આખી દુનિયામાં કાળો કહેર મચાવ્યો છે. વાયરસથી સંક્રમિત થઈને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સામાન્ય માણસોથી લઈને સેલેબ્ઝ પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. હૉલિવુડના અભિનેતા ટૉમ હેન્ક્સ અને તેમની પત્ની રીટા વિલ્સન પણ કોરોના વાયરસનો ભોગ બન્યા હતા. ઓસ્ટ્રેલિયા એક ફિલ્મના શૂટિંગ માટે ગયા ત્યારે ટૉમ આ બીમારીનો શિકાર થયા હતા અને પછી પત્નીમાં પણ તે ફેલાયો હતો. હવે તેઓ કોરોના મુક્ત થઈને અમેરિકા પાછા ફર્યા છે. દરમ્યાન કોરોના ડી વ્રાઈઝ નામના આઠ વર્ષના બાળકને ટૉમને એક પત્ર લખ્યો છે જે વાંચીને અભિનેતા ભાવુક થઈ ગયા હતા અને બાળકના પત્રનો ઉત્તમ જવાબ આપ્યો હતો.

આઠ વર્ષના કોરોના વ્રાઈઝે લખેલા પત્રમાં તેણે સૌ પ્રથમ ટૉમના અને રીટાના સ્વાસ્થયના સમાચાર પુછયા હતા. પછી લખ્યું હતું કે, મને મારું નામ બહુ ગમે છે પરંતુ સ્કુલમાં બધા જ મને કોરોના વાયરસ કહીને બોલાવે છે. એટલે મને બહુ ખરાબ લાગે છે અને ગુસ્સો પણ આવે છે.

બાળકના જવાબમાં ટૉમે લખ્યું હતું કે, તારો પત્ર વાંચીને મને અને મારી પત્નીને બહુ સારું. મિત્રપો સુખના સમયમાં ખુશી આપે છે. મારો આટલો સારો મિત્ર બનવા માટે આભાર. જ્યારે હું સ્વસ્થ થઈને અમેરિકા આવ્યો ત્યારે મેં તને ટીવી પર જોયો મિત્ર.. હવે હું બિમાર નથી પણ તારો પત્ર વાંચીને મારામાં વધારે સ્ફુર્તિ આવી ગઈ છે. તને ખબર છે હું જેટલા પણ લોકોને ઓળખું છે એમાંથી તું એકમાત્ર વ્યક્તિ છે જેનું નામ કોરોના છે, સુરજના તાજ જેવું અનોખું.

આ પત્રની સાથે ટૉમે તેના ફેનને ભેટમાં કોરોના બ્રાન્ડનું ટાઈપરાઈટર ગિફ્ટમાં આપ્યું છે. જે તેઓ ઓસ્ટ્રેલિયામાં આઈસોલેશન દરમ્યાન વાપરતા હતા. ટૉમે આગળ પત્રમાં લખ્યું હતું કે, હું આશા રાખું છું કે તને ટાઈપરાઈટર ગમશે. હું આને ગોલ્ડ-કોસ્ટ લઈ ગયો હતો હવે તારી પાસે પાછું આવ્યું હતું. કોઈ વડીલને પુછજે કે ટાઈપરાઈટર કઈ રીતે કાર્ય કરે અને પછી મને પત્ર લખશે.

અભિનેતાની આ વર્તનથી નાના બાળકને ચોક્કસ બહુ ખુશી થઈ હશે.

coronavirus covid19 hollywood news tom hanks australia international news