ઓબામાની મોદી સાથેની આ છેલ્લી મીટિંગ?

09 September, 2016 04:02 AM IST  | 

ઓબામાની મોદી સાથેની આ છેલ્લી મીટિંગ?

છેલ્લાં બે વર્ષમાં આ તેમની આઠમી મીટિંગ હતી. પહેલી વાર તેઓ ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં વાઇટ હાઉસમાં મળ્યા હતા. બરાક ઓબામાની પ્રેસિડન્ટ તરીકેની બીજી મુદત નવેમ્બરમાં પૂરી થાય છે એટલે બે દેશોના વડા તરીકેની આ બે નેતાઓની આ છેલ્લી મીટિંગ હોઈ શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દીનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દીની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે


વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષ સુધી ચાલનારી જનસંઘના પ્રમુખ દીનદયાલ ઉપાધ્યાયના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનું ૨૫ સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે. આ જન્મજયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કેરળના કોઝીકોડમાં ૨૩ સપ્ટેમ્બરથી શરૂ થનારી ભારતીય જનતા પાર્ટીની નૅશનલ કાઉન્સિલ મીટિંગ દરમ્યાન કરવામાં આવશે.

વડા પ્રધાન ૨૪ અને ૨૫ સપ્ટેમ્બરે મીટિંગમાં હાજરી આપશે. આ મીટિંગમાં દેશની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા કરી એનું મૂલ્યાંકન કરવામાં આવશે જેથી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી શકાય.