હામિદ અને અમેરિકાના ચાર સંસદસભ્યએ ભારતમાં માનવાધિકારોના મામલે ચિંતા વ્યક્ત કરી

28 January, 2022 10:23 AM IST  |  Washington | Agency

આ પૅનલ ડિસ્ક્શનમાં સંસદસભ્યો-જિમ મેકગવર્ન, એન્ડી લેવિન અને જેમી રસ્કિને સંબોધન કર્યું હતું. વાસ્તવમાં કેન્દ્રમાં ગમે તેની સરકાર હોય, પરંતુ તેઓ તેમના ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. 

હામિદ અંસારી (ફાઇલ તસવીર)

ભૂતપૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને અમેરિકાના ચાર સંસદસભ્યએ ભારતમાં અત્યારે માનવાધિકારોની સ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ બુધવારે ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ પૅનલ ડિસ્કશનમાં સંબોધી રહ્યા હતા. 
હામિદ અન્સારીએ આ પૅનલ ડિસ્ક્શન દરમ્યાન કહ્યું હતું કે ‘તાજેતરનાં વર્ષોમાં આપણે નાગરિક રાષ્ટ્રવાદના સુસ્થાપિત સિદ્ધાંતને પડકારતા પ્રવાહો અને રીતોના ઉદ્ભવનો અનુભવ કર્યો છે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક નવી અને કાલ્પનિક રીતથી અવરોધ ઊભો કરાઈ રહ્યો છે. જેનાથી નાગરિકોને તેમના ધર્મના આધારે અલગ પાડવામાં આવે છે, અસહિષ્ણુતાને વેગ આપવામાં આવે છે,  અસંતોષ અને અસલામતીને પ્રોત્સાહન આપવામાં આવે છે.’
આ પૅનલ ડિસ્ક્શનમાં સંસદસભ્યો-જિમ મેકગવર્ન, એન્ડી લેવિન અને જેમી રસ્કિને સંબોધન કર્યું હતું. વાસ્તવમાં કેન્દ્રમાં ગમે તેની સરકાર હોય, પરંતુ તેઓ તેમના ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. 
ભારત સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત તમામના અધિકારોનું રક્ષણ કરવા માટે સુસ્થાપિત લોકતાંત્રિક પ્રણાલીઓ અને મજબૂત સંસ્થાઓ ધરાવે છે.

international news washington