એચ-૧બી વિઝામાં ડોનલ્ડ ટ્રમ્પના ફેરફારોને અમેરિકી જજે ફગાવી દીધા

03 December, 2020 01:17 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એચ-૧બી વિઝામાં ડોનલ્ડ ટ્રમ્પના ફેરફારોને અમેરિકી જજે ફગાવી દીધા

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાની ચૂંટણીમાં કારમો પરાજય પામેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને એક પછી એક કમરતોડ ફટકા પડવા લાગ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાને અમેરિકાની કોર્ટ એક-એક કરીને ફગાવવા લાગી છે. તાજેતરમાં અમેરિકી કોર્ટે ઑક્ટોબરમાં ડોનલ્ડ ટ્રમ્પ  પ્રશાસન દ્વારા એચ-૧ બી વિઝા કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાંની જેમ જ કામ કરી શકશે.

international news washington donald trump