હૉન્ગકૉન્ગમાં તમામ જિમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખૂલ્યાં

10 May, 2020 10:25 AM IST  |  Paris | Agencies

હૉન્ગકૉન્ગમાં તમામ જિમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખૂલ્યાં

પ્રતીકાત્મક તસવીર

યુરોપિયન દેશ ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૩ લોકોનાં મોત થયાં છે. આ સાથે અહીં કુલ મૃત્યુઆંક ૨૬,૨૦૦ થયો છે. અહીં ૧૭ માર્ચના રોજ લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી. ધીમે-ધીમે હવે એમાં છૂટ અપાઈ રહી છે.

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ૪૦,૧૨,૮૩૭ કેસ નોંધાયા છે. ૨,૭૬,૨૧૬ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ ૧૩,૮૫,૧૪૧ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

હૉન્ગકૉન્ગમાં તમામ જિમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખૂલ્યાં છે. જોકે અહીં આવનાર લોકોએ ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરવાનું રહેશે. ચીનમાં હાલમાં માત્ર ૧૫ જ ઍક્ટિવ કેસ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૩,૨૧,૭૮૫ કેસ નોંધાયા છે જેમાં ૭૮,૬૧૫ લોકોનાં મોત થયાં છે. વાઇટ હાઉસના કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ અને ગ્લોબલ ઇકૉનૉમી વિશે જર્મની અને સાઉદી અરેબિયા સહિતના વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી છે.

paris hong kong coronavirus covid19 international news