ચાલતી બસમાં જિમ્નૅસ્ટે પટ્ટા પર કર્યો પ્લૅન્ક-સ્ટન્ટ

24 December, 2018 09:42 PM IST  | 

ચાલતી બસમાં જિમ્નૅસ્ટે પટ્ટા પર કર્યો પ્લૅન્ક-સ્ટન્ટ

ચાલુ બસે કરબત

સામાન્ય રીતે પગના અંગૂઠા તેમ જ કોણી સુધીના હાથની મદદથી શરીરને જમીનથી સમાંતરે ઊંચું રાખવાની પ્લૅન્ક એક્સરસાઇઝ પેટના સ્નાયુઓને મજબૂત કરીને સિક્સ-પૅક ઍબ્સ બનાવવા માટે ફેમસ છે. જોકે કૅનેડાના ક્યુબેકમાં પચીસ વર્ષના વિન્સેન્ટ બાઉચર્ડ નામના એક જિમ્નૅસ્ટે ચાલતી ગાડીમાં હવામાં શરીરને સમાંતર લઈને ઍડ્વાન્સ્ડ પ્રકારની પ્લૅન્ક એક્સરસાઇઝ કરી બતાવી હતી.

 

ચાલતી બસમાં કર્યું જિમ્નાસ્ટિક

 

વાત એમ હતી કે તે પોતાના મિત્રોની સાથે બસમાં સફર કરી રહ્યો હતો. તેના મિત્રોએ ચૅલેન્જ આપી હતી કે ચાલતી બસમાં તારી જિમ્નૅસ્ટિક્સની કોઈ ટ્રિક કરી બતાવ. વિન્સેન્ટે પહેલાં તો વાત હસવામાં જવા દીધી, પણ જ્યારે દોસ્તોએ તેને ચીડવવાનું શરૂ કર્યું ત્યારે તે ઊભો થઈ ગયો. બીજા દોસ્તે સ્ટન્ટનો વિડિયો લેવાનું શરૂ કરી દીધું. ચાલતી ગાડીમાં એટલું ઝડપથી આ બની ગયું કે શરૂઆતમાં બીજા પૅસેન્જર્સનું પણ ધ્યાન ન ગયું

જોકે બૅલૅન્સ જાળવવા માટે બસની અંદર જે પટ્ટા લગાવ્યા હોય એને નીચે ખેંચીને એના પર વિન્સેન્ટ આખો ઊભો થઈ ગયો અને પછી આખું બૉડી પાછળ લઈ જઈને શરીર સમાંતર લાવી દીધું. ચાલતી બસમાં હવામાં શરીરને માત્ર પટ્ટાની મદદથી સમાંતર કરતાં જ તેના દોસ્તો અને બીજા બધા જ પૅસેન્જર્સ આર્યચકિત થઈ ગયા હતા.