પોપટ ભેગાં મળીને એટલી ગાળો બોલતા હતા કે એમને છૂટાં પાડવાં પડ્યા

02 October, 2020 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોપટ ભેગાં મળીને એટલી ગાળો બોલતા હતા કે એમને છૂટાં પાડવાં પડ્યા

ગ્રે પોપટ

બે માણસો ઝઘડો થાય અને તે ઉગ્ર બને ત્યારે અન્ય લોકોએ દખલગીરી કરીને તેમને છૂટા પાડવા પડે છે. બ્રિટીશના ઝૂમાં પણ એક ઘટના બની છે પરંતુ ઝઘડો માણસો વચ્ચે નહીં પરંતુ પોપટ વચ્ચે થયો છે. પોપટ ભેગાં મળીને એટલી ગાળો બોલતા હતા કે એમને છૂટાં પાડવાં પડ્યા હતા.

એપીન્યૂઝ વેબસાઈટમાં આવેલા આર્ટિકલ અનુસાર, ઑગસ્ટ મહિનામાં લિનકોલ્નશીલ વાઈલ્ડલાઈફ સેન્ટર કોલોનીના ગ્રે પોપટના ઝૂમાં પાંચ નવા પોપટ (બીલી, એરીક, ટાયસન, જેડ, એલ્સી) જોડાયા હતા. થોડા સમય બાદ ખબર પડી આ પોપટ ગાળો બોલે છે.

ઝૂના ચીફ એક્ઝીક્યુટિવ સ્ટીવ નિકોલ્સે કહ્યું કે, અમે ઘણી વખત પોપટના મોઢેથી ગાળો સાંભળી હતી પરંતુ પાંચેય પોપટને એક જ સમયે ગાળો આપતા સાંભળ્યા નહોતા. મોટા ભાગના પોપટ શાંત હતા પરંતુ અમૂક કારણોના લીધે આ પાંચ પોપટ એકસરખી ગાળો આપવા લાગ્યા હતા.

નિકોલ્સે ઉમેર્યું કે, ઝૂમાં આવનારા લોકોએ આ બાબતની ફરિયાદ કરી હતી, જોકે મોટા ભાગના લોકોને આ ઘટના ફની લાગી હતી. જ્યારે એક પોપટે ગાળ આપી તો લોકો પહેલા તો ખૂબ જ હસવા લાગ્યા હતા. જોકે પાર્કમાં નાના બાળકો પણ હોવાથી તેમના ઉપર ખરાબ અસર પડે એ વાતને ધ્યાનમાં લેતા ગાળ આપતા આ પોપટોને છૂટા પાડવામાં આવ્યા હતા. 

international news wildlife