ગૂગલ, ફેસબૂક અને ટ્વિટરે આપી પાકિસ્તાન છોડવાની ધમકી, જાણો કારણ

22 November, 2020 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગૂગલ, ફેસબૂક અને ટ્વિટરે આપી પાકિસ્તાન છોડવાની ધમકી, જાણો કારણ

ગૂગલ, ફેસબૂક અને ટ્વિટરે આપી પાકિસ્તાન છોડવાની ધમકી, જાણો કારણ

પાકિસ્તાનમાં ડિજિટલ મીડિયાને લઈને નવા કાયદાને કારણે વિવાદ ઊભો થઈ ગયો છે. આને કારણે ગૂગલ, ફેસબૂક અને ટ્વિટર જેવી મોટી ટેક કંપનીઓએ દેશ છોડવાની ધમકી આપી છે. હકીકતે આ કાયદાને લઈને ઇમરાન સરકારે મીડિયા રેગ્યુલેટરોને કોન્ટેન્ટ પર સેન્સરશિપને લઈને વધારે અધિકાર આપ્યા છે. કંપનીઓ આ કાયદાનો વિરોધ કરી રહી છે.

ફેસબૂક, ગૂગલ અને ટ્વિટરનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠન એશિયા ઇન્ટરનેટ કોલિજન (એઆઇસી)એ ગુરુવારે ડૉને આપેલા એક નિવેદનમાં ઇન્ટરનેટ કંપનીઓને લક્ષમાં રાખીને નવા કાયદા અને સરકારની અપારદર્શી પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી છે, જેની હેઠળ આ નિયમ બનાવવામાં આવ્યા છે.

જાણો શું છે નિયમ
જણાવવાનું કે ઇલેક્ટ્રોનિક અપરાધને અટકાવવાના નિયમ 2016 હેઠળ નવા નિયમ રિમૂવલ એન્ડ બ્લૉકિંગ ઑફ અનલૉફુલ ઑનલાઇન કોન્ટેન્ટ રૂલ્સ 2020 જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ, સોશિયલ મીડિયા કંપનીઓને કોઇપણ માહિતી કે ડેટા તપાસ એજન્સીઓને આપવા પડી શકે છે. આમાં સબ્સ્ક્રાઇબરની સૂચના, ટ્રાફિક ડેટા અને યૂઝર ડેટા જેવી સંવેદનશીલ માહિતીઓ પણ હોઇ શકે છે.

લોકોને સ્વતંત્ર અને ઓપન ઇન્ટરનેટ સેવા નહીં મળે
એઆઇસીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે ટેક કંપનીઓએ ચેતવણી આપી છે કે નિયમોથી એઆઇસી સભ્યો માટે પાકિસ્તાની યૂઝર્સ અને વ્યવસાયોએ પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવવી ખૂબ જ મુશ્કેલ થઈ જશે. આ નવા 'બેરહમ' કાયદાને કારણે લોકોને સ્વતંત્ર અને ઓપન ઇન્ટરનેટ સેવા નહીં મળે. આ કારણે પાકિસ્તાનની ડિજિટલ ઇકોનૉમીને પણ નુકસાન થશે.

કંપનીઓએ પાકિસ્તાનમાં કાર્યાલય પણ સ્થાપિત કરવા પડશે
નવા નિયમો હેઠળ ઇન્ટરનેટ કંપનીઓને પાકિસ્તાનમાં કાર્યાલય પણ સ્થાપિત કરવાના રહેશે અને એક અધિકારીની નિયુક્તિ કરવી પડશે. જેથી જરૂર પડ્યે તેને મળી શકાય. નિયમોના ઉલ્લંઘન પર 50 કરોડ પાકિસ્તાની રૂપિયાનું દંડ લાગી શકે છે. આ પહેલા પણ એકવાર અમરાન સરકારે આવો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેમણે પાકિસ્તાન ટેલિકૉમ્યુનિકેશ ઑથૉરિટીને સરકાર વિરુદ્ધ કોન્ટેન્ટ પર પ્રતિબબંધ મૂકવાનો અધિકાર આપ્યો હતો. આને સરકારે દેશની સંપ્રભુતા, સુરક્ષા અને રક્ષા સાથે જોડાયેલો નિર્ણય જણાવ્યો હતો.

international news pakistan