બાસ્કેટ બૉલના પ્રણેતા નેયસ્મિથને આજે ગૂગલ ડૂડલે આ કારણો સર યાદ કર્યા

15 January, 2021 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાસ્કેટ બૉલના પ્રણેતા નેયસ્મિથને આજે ગૂગલ ડૂડલે આ કારણો સર યાદ કર્યા

ગૂગલ સ્ક્રિન શોટ

ગૂગલ ડૂડલમાં આજે ડૉ. જેમ્સ નેયસ્મિથને યાદ કરી રહ્યું છે. આજે તેમનો જન્મદિવસ નથી પણ છતાં તેમના નામનુ ડૂડલ બન્યુ છે. ઉલ્લેખનીય છે કેનેડિયન-અમેરિકન શિક્ષક, પ્રોફેસર, ડોક્ટર અને કોચ ડો. જેમ્સ નેયસ્મિથએ (Dr. James Naismith) આજના જ દિવસે એટલે કે 15 જાન્યુઆરીના  1891ના રોજ બાસ્કેટબોલ (Basketball)ની રમતની શોધ કરી હતી. કેનેડાના ઓટારિયોમાં 6 નવેમ્બર 1861ના રોજ જન્મેલા નેયસ્મિથે હંમેશાથી ખેલકૂદને મહત્વ આપ્યું તથા ફિઝીકલ ફિટનેસની અગત્યતા પર ભાર મૂક્યો. તેમને પોતના આ ઈંટ્રેસ્ટને કાયમ રાખ્યો અને મૈકગિલ યૂનિવર્સિટીમાંથી 1888માં ફિઝિકલ એજ્યુકેશનમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી અને પછી ત્યા તેમણે ફિઝિકલ એજ્યુકેશન ટીચરના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી.
 
નેયસ્મિથે પોતાની કામગીર દરમિયાન યુએસએમાં કામ શરૂ કર્યું, અહીં તેમણે સ્પ્રિંગફીલ્ડ, મૈસાચુસેટ્સમાં વાઈએમસીએ ઈંટરનેશનલ ટ્રેનિંગ કોલેજમાં નોકરી કરી. Google Doodle મુજબ, અહીં મેસેચ્યૂસેટમાં જ નેયસ્મિથે 1891 માં બાસ્કેટબોલના નિયમોની શોધ કરી, જ્યારે તેમણે વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર ગેઇમ બનાવવાનું કામ સોંપાયું. 
google international news