15 સેકંડનો ટાઈગરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ છે આ...

07 November, 2020 09:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

15 સેકંડનો ટાઈગરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ છે આ...

તસવીર સૌજન્યઃ રેક્સ ચેંપમેન

 

સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આ શોર્ટ વીડિયો જોઈને ખૂબ જ અચંબામાં પડ્યા છે. ફોટો જોતા એમ જ લાગે કે આ એક ટાઈગર છે પરંતુ ચાર છોકરીઓ આ ફોટોમાં છે એમ કહીએ તો કોઈ માનશે જ નહીં.

રેક્સ ચેંપમેન નામના ટ્વીટર યુઝરે આ વીડિયો શૅર કર્યો છે, જેમાં ચાર છોકરીઓ અલગ અલગ પોઝીશનમાં બેઠી છે અને એક ટાઈગરની આકૃતિ બને એ રીતે બેસે છે.

તેમણે પોતાના શરીર ઉપર ટાઈગરની ચામડી જેવુ પેઈન્ટિંગ પણ કર્યું છે. આ વીડિયોના લાખોમાં વ્યૂ છે.

લોકોને પણ આ વીડિયો ખૂબ જ ગમ્યો હતો. લોકોએ રિટ્વીટ પણ કર્યા હતા.

તેમ જ અન્ય સોશ્યલ મીડિયામાં પણ આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.

viral videos international news offbeat videos