પોસ્ટકાર્ડને જર્મનીથી બ્રિટન પહોંચતાં લાગી ગયાં ૪૯ વર્ષ

17 November, 2012 06:37 AM IST  | 

પોસ્ટકાર્ડને જર્મનીથી બ્રિટન પહોંચતાં લાગી ગયાં ૪૯ વર્ષ

જર્મન કિશોરે બ્રિટનમાં તેના ફ્રેન્ડને આ પોસ્ટકાર્ડ મોકલ્યું હતું. આ પોસ્ટકાર્ડ મેળવનાર ડેરેક લુઇસની ઉંમર અત્યારે ૭૧ વર્ષની છે. તેમણે કહ્યું હતું કે આટલાં વર્ષો પછી પણ આ પોસ્ટકાર્ડના લખાણને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ગડ્રન રેન્ટ્રોપ નામનો જર્મન કિશોર ૧૭ વર્ષનો હતો ત્યારથી લુઇસને પત્ર લખતો હતો. જોકે છેલ્લાં ઘણાં વર્ષોથી તેના પત્રો આવતા બંધ થયા હતા. ૪૯ વર્ષ પછી રેન્ટ્રોપનું પોસ્ટકાર્ડ મળતાં  લુઇસનો આનંદ સમાતો ન હતો. આટલાં વર્ષો સુધી આ પોસ્ટકાર્ડ ક્યાં અટવાયું હતું એ હજી પણ સસ્પેન્સ છે.