ચીને WHOને કહ્યું હતું, કોરોના વાયરસ અંગે ચેતવણી લંબાવો

12 May, 2020 01:45 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ચીને WHOને કહ્યું હતું, કોરોના વાયરસ અંગે ચેતવણી લંબાવો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને પહેલાથી જ પ્રશ્નોમાં ઘેરાયેલા ચીન માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે જર્મની સમાચાર પત્રિકા 'ડેર સ્પીગલ'એ દાવો કર્યો છે કે ચીને કોરોના ફેલાવાને લઈને વૈશ્વિક ચેતવણી જાહેર કરવામાં મોડું કરવાનો આગ્રહ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કર્યો હતો. પત્રિકા પ્રમાણે, આ માટે ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગે પોતે ડબ્લ્યૂએચઓ પ્રમુખ ટેડ્રોસ એડહેનમને ફોન કર્યો હતો. જેમાં તેમણે આગ્રહ કર્યો હતો કે ચેતવણી જાહેર કરવામાં મોડું કરો. પત્રિકાએ જર્મનીની ફેડરલ ઇન્ટેલિજેન્સ સર્વિસ પાસેથી મળતી માહિતીના આધારે આ દાવો કર્યો છે.

પત્રિકા પ્રમાણે, જીવલેણ વાયરસના ફેલાવા દરમિયાન જાન્યુઆરીમાં આ ફોન કોરીને ચીનના રાષ્ટ્રપતિ ટેડ્રોસને ઉપરોક્ત આગ્રહ કર્યો હતો. જો કે, ડબ્લ્યૂએચઓએ આ મીડિયો રિપોર્ટનું ખંડન કર્યું છે. સંગઠને એક પછી એક ટ્વીટ કરીને કહ્યું કે શી ચિનફિંગ અને ટેડ્રોસ વચ્ચે ક્યારેય કોઈ વાતચીત નથી થઈ. આ પ્રકારની ખોટી રિપોર્ટથી કોવિડ-19 મહામારી સામે લડવા માટે ડબ્લ્યૂએચઓ અને વિસ્વના પ્રયત્નોને આઘાત પહોંચે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ચીને 20 જાન્યુઆરીના કોરોના વાયરસના હ્યુમન ટુ હ્યુમન સંક્રમણની માહિતી આપી હતી. ડબ્લ્યૂએચઓએ 22 જાન્યુઆરીના કહ્યું કે આંકડાઓ પરથી ખબર પડે છે કે વુહાનમાં હ્યુમન ટુ હ્યુમન સંક્રમણ થઈ રહ્યું છે. માર્ચ મહિનીમાં આથી કોરોના વાયરસને મહામારી જાહેર કરી દેવામાં આવી.

ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ડબ્લ્યૂએચઓ પર કોરોના સંબંધિત માહિતી છુપાવવાનો આરોપ મૂકે છે. તે આ વૈશ્વિક સંગઠને ચીની પ્રચાર તંત્રનો એક હથિયાર કહી ચૂક્યા છે. તેમણે ડબ્લ્યૂએચઓને અમેરિકા તરફથી કરવામાં આવતી મદદ પણ અટકાવી દીધી છે.

coronavirus covid19 international news china world health organization united states of america germany