કોરોના લીધે ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ જર્મન કાઉન્સિલરનુ સ્વાગત નમસ્તેથી કર્યુ

23 August, 2020 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના લીધે ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ જર્મન કાઉન્સિલરનુ સ્વાગત નમસ્તેથી કર્યુ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોં અને જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ

COVID-19 મહામારીને લીધે આખા વિશ્વનું ચિત્ર બદલાયુ છે. સોશ્યિલ ડિસ્ટન્સિંગ એ ‘ન્યૂ નોર્મલ’ થઈ ગયું છે. વિદેશીઓએ પણ હાથ મિલાવવાની બદલે એકબીજાને નમસ્તે કરવાનું શરૂ કર્યું હોવાના ઘણા ઉદાહરણ સામે આવ્યા છે.

તાજેતરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોંએ (Emmanuel Macron) જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ (Angela Merkel)ને મળ્યા હતા. આ બંનેએ એકબીજાને નમસ્તે કર્યું હતું. તેમની મુલાકાતનો આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરસ થયો છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પોતે જ આ વિડિયો ટ્વીટર હેન્ડલમાં મૂક્યો છે. વીડિયોમાં તે એન્જેલાને નમસ્તે કરતા દેખાય છે. આ પહેલા મેક્રોંએ સ્પેનના રાજા અને રાણીનું અભિવાદન પણ નમસ્તેથી જ કર્યું હતું.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) , ઈઝરાયલના પ્રાઈમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) સહિત ઘણા દેશના વડાઓ નમસ્તે કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યા છે.

પ્રિન્સ ચાર્લસનો પણ એક વીડિયો વાયરસ થયો હતો, જેમાં તે એક વ્યક્તિ સાથેની મુલાકાતમાં હાથ મિલાવવા પહેલા હાથ આગળ કરે છે પછી તરત જ હાથ પાછો ખેચીને નમસ્તે કરે છે.

germany coronavirus covid19 international news france