કેવી રીતે બની પ્રથમ કેસેટ વીડિયો ગેમ? ગૂગલે ડૂડલ દ્વારા જણાવી કહાની

02 December, 2022 12:29 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

ગેરાલ્ડ જેરી લૉસને પોતાના જૂના ટીવીનું સમારકામ કરી નવા પાર્ટનો ઉપયોગ કરી પોતાનું રેડિયો સ્ટેશન બનાવ્યું હતું.

ગૂગલ ડૂડલ

ગૂગલ મહાન વ્યક્તિઓને ડૂડલ દ્વારા યાદ કરે છે. ત્યારે પહેલી ડિસેમ્બરના રોજ ગૂગલે (Google Doodle)ગેરાલ્ડ જેરી લૉસન(Gerald Gary Lawson)માટે ખાસ ડૂડલ બનાવ્યું છે, જેને આધુનિક વીડિયો ગેમિંગના પિતામહ માનવામાં આવે છે. તેમણે કાર્ટ્રિજ સાથે પહેલા હોમ વીડિયો ગેમિંગ સિસ્ટમ વિકસિત કરનાર ટીમનું નેતૃત્વ કર્યુ હતું. ત્યારે ગૂગલે તેમના સન્માનમાં ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલ ડેવિઓન ગૂડેન અને લૉરેન બ્રાઉન તથા મોમો પિક્સલે ડિઝાઈન કર્યુ છે. 

લૉસનનો જન્મ 1 ડિસેમ્બરના રોજ, 1940ના રોજ બ્રુકલિન, ન્યૂયોર્કમાં થયો હતો. તેમને બાળપણથી જ ઈલેક્ટ્રોનિક્સનો શોખ હતો. તેમણે પોતાના જૂના ટીવીનું સમારકામ કરી નવા પાર્ટનો ઉપયોગ કરી પોતાનું રેડિયો સ્ટેશન બનાવ્યું હતું. કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં પોતાનું કરિયર શરૂ કરવા માટે તેમણે ન્યૂયોર્કના ક્વિંસ કોલેજ અને સિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તે સમયે તે ક્ષેત્રને ઘણી ટેક્નોલોજી કંપનીઓના વિકાસને કારણે સિલિકૉન વૈલીના રૂપમાં જાણીતો બન્યો. 

કેલિફોર્નિયા પહોંચ્યા બાદ લૉસન ઈન્જિનિયરિંગ સલાહકાર તરીકે `ફેઅરચાઈલ્ડ સેમીકન્ડક્ટર`માં સામેલ થયા. કેટલાક વર્ષો બાદ લૉસનને ફેઅરચાઈલ્ડના વીડિયો ગેમ વિભાગના ઈન્જિનિયરિંગ અને માર્કેટિંગના ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા. જ્યાં તેમણે ફેઅરચાઈલ્ડ ચેનલ એફ સિસ્ટમના વિકાસનું નેતૃત્વ કર્યુ. આ સાથે જ તેમણે પ્રથમ હોમ વીડિયો ગેમ સિસ્ટમ કંસોલ વિકસીત કર્યુ, જેમાં ગેમ કાર્ટ્રિજ, એક 8 વે ડિજિટલ જૉયસ્ટિક અને પૉજ મેનુ હતું. ચેનલ એફને ભવિષ્યમાં ગેમિંગ સિસ્ટમ જેવી કે અટારી, એસએનઈએસ, ડ્રીમકાસ્ટ અને  અન્યો માટે રસ્તો બનાવ્યો. 

આ પણ વાંચો:Google Doodle: દરિયાની સપાટીનો પ્રથમ વિશ્વ નકશો બનાવનાર મહિલા વિશે જાણો

1980માં, તેમણે ફેઅરચાઈલ્ડ છોડી દીધી અને પોતાની ખુદની કંપની વીડિયોસોફ્ટની સ્થાપના કરી. કંપનીએ અટારી 2600માટે સોફ્ટવેર બનાવ્યું, જેણે કાર્ટ્રિજ લૉસનને લોકપ્રિયતા આપી અને તેમની ટીમનો પણ વિકાસ થયો. જો કે, તે પાંચ વર્ષ બાદ બંધ થઈ ગઈ હતી. પરંતુ લૉસને પોતાના કરિયર દરમિયાાન ઈન્જિનિયરિંગ અને વીડિયો ગેમ કંપનીઓ સાથે કન્સલટેંશન કરવાનું ચાલુ રાખ્યું. ગેરાલ્ડ ગેરી લૉસનની ઉપલબ્ધિઓને રોચેસ્ટર, ન્યૂયોર્કમાં વર્લ્ડ વીડિયો ગેમ હૉલ ઓફ ફેમમાં યાદગાર બનાવવી આવી છે. 

world news google