કોરોના વેક્સિન આવતા વર્ષના મધ્યમાં મળશે : ડબ્લ્યુએચઓ

05 September, 2020 01:27 PM IST  |  Geneva | Agencies

કોરોના વેક્સિન આવતા વર્ષના મધ્યમાં મળશે : ડબ્લ્યુએચઓ

પ્રતીકાત્મક તસવીર

કોરોના જેવી ઘાતક મહામારીની ઝપેટમાં આવી ચૂકેલી દુનિયા ધીમે-ધીમે અનલૉક થઈ રહી છે અને સાવધાની સાથે ઠપ થયેલા અર્થતંત્રને સક્રિય કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેની સાથે સાથે દુનિયાભરના દેશો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે, જેથી ફરીથી એક વાર સામાન્ય જીવન જીવવાની શરૂઆત કરી શકાય, પરંતુ ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વએ કોરોના મહામારી સામે વેક્સિન માટે લાંબો સમય રાહ જોવી પડશે.

ડબ્લ્યુએચઓના પ્રવક્તા માગ્રેટ હેરિસે શુક્રવારે જણાવ્યું હતું કે કોરોના વેક્સિન ટૂંકા ગાળામાં આવી જાય એ સંભવ નથી, વેક્સિનની ઉપલબ્ધિ આવતા વર્ષના મધ્યમાં થાય એવી આશા છે. તેમણે કોરોના વેક્સિનના ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલ્સનો હવાલો આપતા જણાવ્યું કે ટ્રાયલનો ત્રીજો તબક્કો લાંબો હશે, કારણ કે વેક્સિન સામે લોકોની સુરક્ષા પણ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે.

geneva world health organization international news coronavirus covid19