ભારત પોલિયોની જેમ કોરોનાને પણ ખતમ કરી શકશે : ડબ્લ્યુએચઓ

25 March, 2020 12:28 PM IST  |  Geneva | Agencies

ભારત પોલિયોની જેમ કોરોનાને પણ ખતમ કરી શકશે : ડબ્લ્યુએચઓ

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરમાં કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ-હૂ)એ ભારત પાસે આશા વ્યક્ત કરી છે. હૂના કાર્યકારી નિર્દેશક ડૉક્ટર માઇકલ જે રેયોને કહ્યું કે ચીનની જેમ ભારત વધુ વસ્તી ધરાવતો દેશ છે અને એના દૂરગામી પરિણામ એ વાત પર નિર્ભર કરે છે કે વધુ વસ્તી ધરાવતા દેશ શું પગલાં ભરે છે. એ ખૂબ જ જરૂરી છે કે ભારત લોકોના સ્વાસ્થ્ય માટે જે આક્રમક નિર્ણયો લે છે એ ચાલુ રાખે.

તેઓએ ભારત પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે ભારતે સ્મૉલ પોક્સ અને પોલિયોને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું. ભારતમાં ખૂબ જ ક્ષમતા છે, બધા દેશમાં ખૂબ ક્ષમતા છે.

નોંધનીય છે કે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોના વાઇરસે વિશ્વભરમાં ૧૬,૪૬૨ લોકોના જીવ લઈ લીધા છે અને ૩ લાખ ૭૫ હજારથી વધારે પૉઝિટિવ કેસ છે.

geneva international news coronavirus covid19