G-20: મોદીએ કહ્યુ કાળા નાણોનો મુદ્દો પહેલી પ્રાથમિકતા

15 November, 2014 10:49 AM IST  | 

G-20: મોદીએ કહ્યુ કાળા નાણોનો મુદ્દો પહેલી પ્રાથમિકતા


બ્રિસબેન,તા.15 નવેમ્બર

બંને દેશોના પ્રધાનમંત્રી એકબીજાને ગળે મળ્યા હતા.આ સંમેલન બે દિવસ ચાલનારુ છે.જી-20 શિખર સંમેલનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટોની એબોર્ટે તેમાં ભાગ લેનાર દેશોના રાષ્ટ્રધ્યક્ષોનુ સ્વાગત કર્યુ હતુ.આ સંમેલનમાં મોદીએ કાળા નાણાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે અંગે કટિબધ્ધતા પણ બતાવી હતી.આ ઉપરાંત સુધાર પ્રક્રિયા પર પણ મોદી બોલ્યા હતા.


આ પહેલા પણ મોદીએ બ્રિક્સ દેશોના રાષ્ટ્રધ્યક્ષોની સાથે કાળા નાણા મુદ્દે વાતચીત કરતા કહ્યુ હતુ કે અમારી પહેલી પ્રાથમિકત કાળુ નાણુ દેશમાં પાછુ લાવવાની છે.તેમણે કહ્યુ હતુ કે વૈશ્વિક સહયોગથી આ લક્ષ્યને હાંસલ કરી શકાય છે.ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ભારત,બ્રાઝીલ,રૂસ,ચીન અને દક્ષિણ આફ્રીકાના નેતાઓની અનઔપચારીક બેઠક મળી હતી.

મોદી આ સંમેલનમાં ટેક્સ ચોરી અને તેની સાથે જોડાયેલા મુદ્દા વિરૂધ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાની વાત પણ કરશે.આર્થિક સુધારાની વકિલાત કરતા મોદીએ બ્રિસબેનમાં આયોજીત જી-20 સંમેલનમાં તેમના સાથી નેતાઓને સુધારાઓથી પ્રક્રિયા સરળ બનશે તથા પ્રશાસનના તરીકાઓ બદલવા ઉપર પણ ભાર મુક્યો હતો.આ ઉપરાંત આતંકવાદ મુદ્દે પણ વાત થઈ હતી.