આજે દેખાશે ફૂલ હાર્વેસ્ટ મૂન, 900 મિલિયન ડૉલરનું થઈ શકે નુકસાન

13 September, 2019 10:40 AM IST  | 

આજે દેખાશે ફૂલ હાર્વેસ્ટ મૂન, 900 મિલિયન ડૉલરનું થઈ શકે નુકસાન

13 સપ્ટેમ્બર શુક્રવારે 13 વર્ષ પછી ફરી એકવાર આ સંજોગ બની રહ્યાં છે જ્યારે દુર્લભ પૂર્ણ ચંદ્રમા દેખાશે. આ ઘટનાને ફૂલ હાર્વેસ્ટ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ચંદ્ર સૂર્યાસ્ત થયાના 50 મિનિટ પર ઉગે છે પરંતુ શુક્રવારે સૂર્ય અસ્ત થયાના માત્ર 5 મિનિટ પછી ચંદ્ર પૂર્વમાં જોવા મળશે. 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ની રિપોર્ટ અનુસાર, વોશિંગ્ટનમાં ચંદ્ર સાંજે 7:31 વાગ્યે દેખાશે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકો આ ઘટનાને જોઈ શકે છે પરંતુ પૂર્વજોનું કહેવું છે કે આ ઘટના જોવી ભયાનક છે. શું છે આ પાછળનું કારણ ચાલો જોઈએ રિપોર્ટ

નેટિવ અમેરિકનોએ આપ્યું નામ

આ પૂર્ણ ચંદ્રને ફૂલ હાર્વેસ્ટ મૂન નામ નેટિવ અમેરિકનોએ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચંદ્ર સામાન્ય ચંદ્ર ઉદયની પહેલા જ ઉગશે. પહેલાના સમયમાં આ ચંદ્ર અમેરિકામાં ગરમીના સમયે ઉગતા પાકને કાપવા માટે મદદરૂપ થતો જેના કારણે તેને ફૂલ હાર્વેસ્ટ મૂન નામ આપવામા આવ્યું. આ ઘટનાને કોર્ન મૂન તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ સમયે અમેરિકાના ખેડૂતો મકાઈના પાકની કાપણી કરે છે.

સપ્ટેમ્બર 2019માં દેખાનારો દુર્લભ પૂર્ણ ચંદ્રને શરત ચંદ્ર પણ કહેવાય છે. આ પહેલા જાન્યુઆરી 2006માં પૂર્ણ ચંદ્ર જોવા મળ્યો હતો અને હવે આજ પછી 13 વર્ષ બાદ મે 2033માં જોવા મળશે. જો કે માનવામાં આવી રહ્યું છે કે ફૂલ હાર્વેસ્ટ મૂન 12 ઓગસ્ટ 2049માં જોવા મળશે

આ પણ વાંચો: વિક્રમ લેન્ડરને લઈને મળી શકે ખુશખબરી, ઈસરોની સાથે નાસા પણ જોડાયું

ઉત્તર કૌરોલિનાના એશવિલામાં સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટર એન્ડ ફોબિયા ઈન્સ્ટીટ્યૂટ અનુસાર, સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનુમાનિત 17થી 21મિલિયન લોકો આ ઘટનાથી ડરે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બીકના કારણે આજે આ લોકો વેપાર કરશે નહી એટલું જ નહી કેટલાક લોકો તો ફ્લાઈટ લેવાનું પણ ટાળે છે. આ કારણોસર માનવામાં આવી રહ્યું છે કે આજના દિવસે 800 થી 900 મિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. જો કે વૈજ્ઞાનિકોએ આ ઘટનાને માત્ર ખગોળીય ઘટના કહી છે..

gujarati mid-day