ફ્રાન્સના રાષ્ટ્રપતિ કોરોના-પૉઝિટિવ

18 December, 2020 10:00 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના રાષ્ટ્રપતિ કોરોના-પૉઝિટિવ

ઇમૅન્યુઅલ મૅક્રોન

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોનનું કોવિડ-19 પરીક્ષણ પૉઝિટિવ આવ્યું હોવાનું રાષ્ટ્રપતિ એલિસી પેલેસ દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોનને કોવિડ-19નું પ્રથમ લક્ષણ દેખાતાં જ તેમણે પરીક્ષણ કરાવ્યું હતું. જોકે તેમને કયાં ચિહનો દેખાયાં હતાં એ આ જાહેરાત દ્વારા સ્પષ્ટ કરાયું નહોતું. નિવેદનમાં જણાવાયું હતું કે તેઓ સાત દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેશે તથા દૂર રહીને જ પોતાનો કાર્યભાર સંભાળશે.

coronavirus covid19 france