ફ્રાન્સના સીક્રેટ એજન્ટે ગોળી મારીને કરી હતી કદ્દાફીની હત્યા

02 October, 2012 04:57 AM IST  | 

ફ્રાન્સના સીક્રેટ એજન્ટે ગોળી મારીને કરી હતી કદ્દાફીની હત્યા

બ્રિટિશ અખબાર ‘ડેઇલી મેલ’એ લિબિયાનાં રાજદ્વારી સૂત્રોનો હવાલો આપતાં એવું જણાવ્યું હતું કે ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ નિકોલસ સરકોઝીના આદેશને પગલે આ સીક્રેટ એજન્ટ લિબિયામાં ઘૂસ્યો હતો.

કદ્દાફીને જ્યારે જીવતો પકડવામાં આવ્યો ત્યારે આ એજન્ટ ટોળાની વચ્ચે ઘૂસી ગયો હતો અને તેણે જ ગોળી મારીને કદ્દાફીની હત્યા કરી હતી. સૂત્રોએ કહ્યું હતું કે કદ્દાફી અને સરકોઝી વચ્ચેના શંકાસ્પદ સંબંધોની હકીકતો બહાર આવે નહીં એટલા માટે સરકોઝીએ કદ્દાફીને ઠાર કરવાનો આદેશ આપ્યો હતો. હત્યા થઈ એનાં થોડાં વર્ષો પહેલાં જ કદ્દાફીએ ફ્રાન્સની મુલાકાત લીધી હતી જ્યાં સરકોઝીએ બ્રધર કહીને તેને આવકાર્યો હતો. એવો પણ દાવો કરવામાં આવે છે કે ૨૦૦૭ની ચૂંટણી લડવા માટે કદ્દાફીએ સરકોઝીને લાખો ડૉલર આપ્યા હતા. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર પણ અનેક વાર છૂપી રીતે કદ્દાફીને મળતા હતા.