ફ્રાન્સમાં આતંકવાદી હુમલો: નાઇસ શહેરમાં ચપ્પુ મારી ત્રણની હત્યા

29 October, 2020 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો: નાઇસ શહેરમાં ચપ્પુ મારી ત્રણની હત્યા

ફ્રાન્સમાં આતંકવાદી હુમલો: નાઇસ શહેરમાં ચપ્પુ મારી ત્રણની હત્યા

ફ્રાન્સ (France)માં 15 દિવસમાં બીજીવાર આતંકવાદી હુમલો (Terror Attack) થયો છે. એક માથાફરેલે ચપ્પુથી કેટલાક લોકો પર હુમલો કરી દીધો છે. ઘટનામાં બેના નિધન થયા છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. નાઇસના મેયર ક્રિસ્ટિયન એટ્રોસી પ્રમાણે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ (Media Reports)માં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોર આતંકવાદીનો સહયોગી છે.

થોડાંક દિવસ પહેલા ફ્રાન્સમાં પેગંબર સાહેબનું કાર્ટૂન ક્લાસમાં બતાવનારા એક હિસ્ટ્રી ટીચરની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ફ્રાન્સ સરકાર ઇસ્લામિક સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. વિશ્વના અનેક દેશોમાં ફ્રાન્સની ટીકા કરવામાં આવી રહી છે અને આ વિરુદ્ધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે.

એકાએક થયો હુમલો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાઇસ શહેરમાં ચપ્પુથી હુમલાની ઘટના ગુરુવારે થઈ। એક માણસે નોટ્રે ડેમ બેસિલિયા વિસ્તારમાં કેટલાક લોકો પર એકાએક ચપ્પુથી હુમલો કરી દીધો. આ વિસ્તાર શહેરની વચ્ચે છે. મેયર ક્રિસ્ટિયને આને સ્પષ્ટ રીતે આતંકી ઘટના જણાવી છે. ગૃહમંત્રીએ ગેરાલ્ડ લોકોને કહ્યું કે તે હાલ, આ વિસ્તારમાં જવાનું ટાળે.

કેબિનેટ મીટિંગ
આતંકવાદની આ ઘટના પછી ફ્રાન્સ સરકારે ઇમરજન્સી મીટિંગ કરવા જઈ રહી છે. મળતી શરૂઆતની માહિતી પ્રમાણે, હુમલામાં એક મહિલા અને એક પુરુષનું નિધન થયું છે. ત્રીજી વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. સંસદમાં આ ઘટનાના વિરોધમાં બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું. વડાપ્રધાન જીન કાસ્ટેક્સે કહ્યું, "આતંકવાદ આપણા દેશ માટે ખૂબ જ મોટો પડકાર બની ગયો છે. આની સામે લડવું પડશે અને તે પણ મક્કમતાથી."

france international news terror attack