ફ્રાન્સની શાળાઓમાં ઘેટાઓને અપાયું એડમિશન, જાણો કારણ

10 May, 2019 03:01 PM IST  | 

ફ્રાન્સની શાળાઓમાં ઘેટાઓને અપાયું એડમિશન, જાણો કારણ

ઘેટાઓ જશે શાળામાં

કેટલાક દિવસો પહેલા ખબર આવી હતી કે દક્ષિણ કોરિયામાં બાળકોની સંખ્યા ઓછી હોવાથી દાદા-દાદી પણ શાળાઓમાં વિદ્યાર્થી તરીકે જોડાઇ રહ્યાં છે. અહીં બાળકોની ઓછી સંખ્યાને કારણે શાળાઓ બંધ થવાનો ખતરો હતો. હવે ફ્રાન્સની એક પ્રાઇમરી શાળામાં 15 ઘેટાઓને શાળામાં દાખલો આપ્યો.

હકીકતે, શાળાના કેટલાક વર્ગો બંધ થવાની દશાએ પહોંચ્યા હતા. શાળાઓમાં માત્ર 261 બાળકો ભણતાં હતા. કેટલાક વાલીઓએ શાળામાં ઘટતી બાળકોની સંખ્યા વિશે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પ્રશાસને ઘેટાઓને ભરતી કરવાની રીત અપનાવી.

ઘેટાઓના જન્મના પ્રમાણપત્ર કરવામાં આવ્યા રજૂ

આ પ્રાઇમરી શાળા ફ્રાન્સના ક્રેત્સ ઑન બેલડોન શહેરમાં આવેલ છે. અહીંની લોકસંખ્યા માત્ર ચાર હજાર છે. અહીં બાળકોની સંખ્યા ઘણી ઓછી છે. શાળામાં ભરતી માટે ઘેટાઓના એક સ્થાનિક ભરવાડ સાથે ખરાઇ કરાવવામાં આવી. શાળાઓમાં ભરતી વખતે ઘેટાઓના જન્મ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા. રજિસ્ટર કરવા માટે પછીથી તેમાંના એક છાત્રનું નામ બા-બાટ મૂકવામાં આવ્યું અને બીજાનું સૌતે-મુટન. જ્યારે ઘેટાઓને રજિસ્ટર કરાતાં હતાં ત્યારે શાળામાં મજાકનો માહોલ હતો, જેમાં બાળકો, વાલીઓ અને શિક્ષકો પણ સામેલ હતા.

મેયરના દીકરા ભણે છે આ શાળામાં

કહેવાય છે કે શાળામાં ઘેટાઓના પ્રવેશ પાછળ એક વાલી ગેલ લાવેલનો આઇડિયા હતો. તેમના પ્રમાણે દુર્ભાગ્યવશ રાષ્ટ્રીય શિક્ષા આંકડાઓમાં સંકેલાઇને રહી ગઇ છે. શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. શાળામાં અત્યારે કુલ 11 ધોરણો છે. ધોરણની સંખ્યા ઘટાડીને 10 કરવાનો ગેલ લાવેલે વિરોધ કર્યો હતો. તેમના પ્રમાણે એમ કરવાનો અર્થ દરેક વર્ગમાં 24થી 26 ટકા જેટલા બાળકો થઇ જશે જે વધારે છે.

આ પણ વાંચો : તમારા વતી ફોન પર ઝઘડો કરવા માટે પણ હવે પ્રોફેશનલ ઝઘડાખોર રાખી શકશો

સ્થાનિક મેયર જ્યાં-લુઇ મૈરે પણ શાળામાં ઘેટાઓને ભર્તી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મૈરેના બાળકો તે જ પ્રાઇમરી શાળામાં ભણે છે, જ્યાં ઘેટાઓને દાખલ કરાયા છે. બાળકો ઘેટાઓના શાળામાં આવવાથી ઘણા ખુશ છે.

france