પૂર્વ મૉડેલનો ડોનાલ્ડ ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ

18 September, 2020 12:17 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

પૂર્વ મૉડેલનો ડોનાલ્ડ ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ

ડૉનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ચૂંટણી કેમ્પેઇનને જોરદાર ઝટકો લાગ્યો છે. એક પૂર્વ મૉડેલે રાષ્ટ્રપતિ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મૉડેલ એમી ડોરિસે આરોપ લગાવ્યો છે કે, 23 વર્ષ પહેલા ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન ટ્રમ્પે તેની સાથે જોર-જબરજસ્તી કરી હતી. જો કે ટ્રમ્પે આ આરોપોનું ખંડન કર્યું છે.

એક પૂર્વ મૉડેલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મૉડેલ એમી ડોરિસે બ્રિટિશ ન્યૂઝ પેપર ધ ગાર્ડિયનને જણાવ્યું છે કે, 1997માં US ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે તેને જબરજસ્તીથી કિસ કરી લીધી હતી. આ છેડતી ટૂર્નામેન્ટ દરમિયાન વીઆઇપી સૂઇટમાં કરવામાં આવી. ડોરિસે કહ્યું છે કે, તે સમયે તેમના જેન્ટસ મિત્ર રહેલા જેસન બિને તેની ટ્રમ્પ સાથે મુલાકાત કરાવી હતી. ઈન્ટરવ્યૂમાં ડોરિસે આરોપ લગાવ્યો છે કે, મેચ દરમિયાન વીઆઇપી બોક્સમાં ટ્રમ્પે તેને મજબૂતી સાથે જકડી લીધી અને જબરજસ્તી કિસ કરી હતી. જ્યારે હું ટ્રમ્પને દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગી તો તેમણે મને મજબૂતીથી પકડી લીધી.

જો કે, આ મુદ્દે અમેરિકના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ચૂંટણીમાં છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તેને આ આરોપોનું ખંડન કર્યું છે. ટ્રમ્પના વકીલે આ આરોપનું ખંડન કર્યું છે અને કહ્યું કે, આ એક ષડયંત્ર છે જેના હેઠળ રાષ્ટ્રપતિ ટ્રમ્પની છબી ખરાબ કરાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વકીલે કહ્યું કે, રાષ્ટ્રપતિએ ક્યારેય ખોટી રીતે વ્યવહાર કર્યો નથી. જો આમ થયું હોત તો વીઆઇપી બોક્સમાં બેઠેલા લોકોએ આ જોયું હોત.

તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાડવામાં આવ્યો હોય.. આ પહેલા પણ ટ્રમ્પ સામે એક ડઝન લોકોએ આરોપ લગાવ્યા છે. જેમાં સૌથી મોટુ નામ અમેરિકાના કૉલમ્રિસ્ટ ઇ જીન કેરલનું હતું. જેણે કહ્યું હતું કે, ટ્રમ્પે 1990ના દાયકાના મધ્યમાં તેની સાથે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરના ચેન્જિંગ રૂમમાં દુષ્કર્મ કર્યું હતું. જો કે, ટ્રમ્પે 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલા આ બધા આરોપોમાં સ્પષ્ટતા કરી દીધી હતી.

international news united states of america donald trump