પાકનો દાવો, ફરી હુમલો કરવાની તૈયારીમાં છે ભારત, હુમલાની તારીખ પણ આપી

07 April, 2019 07:00 PM IST  |  ઈસ્લામાબાદ

પાકનો દાવો, ફરી હુમલો કરવાની તૈયારીમાં છે ભારત, હુમલાની તારીખ પણ આપી

પાકિસ્તાનના વિદેશ મંત્રીનો દાવો

મહેમૂદે કહ્યું કે ભારત પાકિસ્તાનની સામે એક નવી કાર્રવાઈની યોજના બનાવી રહ્યું છે, ઈમરાન ખાનની સરકાર નથી ઈચ્છતી કે ભારત પાકિસ્તાન પર હુમલો કરે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાનની પાસે ભારતના આ ષડયંત્રની જાણકારી છે.

બાલાકોટ હુમલામાં આંતરરાષ્ટ્રીય સમુદાયના મૌન પર ઉઠાવ્યા સવાલ

પુલવામા હુમાલ બાદ બાલાકોટમાં પાકિસ્તાની આતંકીઓના ઠેકાણા પરની એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા શાહ મહમૂદે સવાલ કર્યો કે 26 ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી તો દુનિયા ચુપ હતી. જ્યારે તેઓ જાણતા હતા કે ભારતે આવું કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. એના પર આખી દુનિયા આખરે કેમ ચૂપ રહી?

આંતરરાષ્ટ્રીય સમુદાયોએ ઉઠાવવી પડશે અવાજઃ મહેમૂદ

શાહ મહેમૂદે કહ્યું કે જો તેઓ ક્ષેત્રમાં શાંતિ જોવા ઈચ્છો છો તો, આંતરરાષ્ટ્રીય સમુદાય ચૂપ નહીં રહી શકે, તેમણે પોતાની ભૂમિકા નિભાવવી પડશે. પુલવામા હુમલા બાદથી જ પાકિસ્તાન અને ભારતના સંબંધો બગડ્યા હતા. પરંતુ જો આંતરરાષ્ટ્રીય સમુદાયે આને નજરઅંદાજ કર્યું તો આખું સાઉથ એશિયા તેનાથી પ્રભાવિત થશે.

તેમણે કહ્યું કે આ કશ્મીરના લોકોનો હક છે કે તે પોતાનો અવાજ ઉઠાવે. વિદેશ મંત્રીએ કહ્યું કે હાલમાં જ ભારત અને પાકિસ્તાનના સંબંધોએ કેવી રીતે ખતરનાક વળાંક લીધો. તેમણે કહ્યું કે દુનિયાએ એ પણ જોયું કે કેવી રીતે ભારતે ત્રણ રીતે પોતાને ઉજાગર કર્યું.

           -પહેલા ભારતે દાવો કર્યો કે તેમણે 350 આતંકીઓને મારી નાખ્યા છે. પરંતુ તેઓ એકપણ મૃતદેહ ન બતાવી શક્યા.

           -ભારતે કહ્યું કે તેમણે પાકિસ્તાનનું એફ 16 વિમાન તોડી પાડ્યું, પાકિસ્તાને તેને નકાર્યું પણ ભારત પોતાના દાવા પર ટકી રહ્યું. જો કે, વિદેશી મીડિયામાં પણ કહેવામાં આવ્યું કે પાકિસ્તાનનું કોઈ જ એફ-16 નથી નષ્ટ કરવામાં આવ્યું.

           -મહેમૂદે એવો પણ આરોપ લગાવ્યો કે પુલવામા હુમલા બાદથી સતત ભારત LOC પર પાકિસ્તાનને ભડકાવી રહ્યું છે.