સતત ત્રીજા વર્ષે જેફ બેઝોસ રિચેસ્ટ પર્સન છે : ફૉર્બ્સ

10 September, 2020 10:24 AM IST  |  Mumbai | Agencies

સતત ત્રીજા વર્ષે જેફ બેઝોસ રિચેસ્ટ પર્સન છે : ફૉર્બ્સ

સતત ત્રીજા વર્ષે જેફ બેઝોસ રિચેસ્ટ પર્સન છે : ફૉર્બ્સ

ઍમેઝૉનના મુખ્ય કાર્યકારી જેફ બેઝોસે કોરોના મહામારીના આ સમયમાં પણ પોતાની બાદશાહત જાળવી રાખી છે. તે ફૉર્બ્સની યાદીમાં સામેલ હજી પણ સૌથી અમીર વ્યક્તિ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને ઘણું નુકસાન થયું છે. તેમને કોરોનાકાળમાં પોતાના રિયલ એસ્ટેટ, હોટેલ અને રિસૉર્ટના બિઝનેસમાં નુકસાન વેઠવું પડ્યું છે.
ફૉર્બ્સએ સૌથી અમીર ૪૦૦ અમેરિકી નાગરિકોની યાદી જારી કરી છે, જેમની પાસે ભારતની કુલ જીડીપી કરતાં પણ વધારે પૈસા છે. આ ૪૦૦ લોકોની પાસે ૩.૨ ટ્રિલ્યન ડૉલરની સંપત્તિ છે. આ અમીરોની સંપત્તિ કોરોનાકાળમાં પણ વધી છે, જ્યારે ૧.૮ મિલ્યન એટલે કે ૧૮ લાખ અમેરિકનોએ નોકરી ગુમાવી છે.
વિડિયો-કૉન્ફરન્સિંગ પ્લૅટફૉર્મ ઝૂમના સીઈઓ ઍરિક યુવાનની સંપત્તિ આ કોરોના મહામારીમાં જોરદાર રીતે વધી છે અને ૧૮ અન્ય લોકોને પહેલી વાર ફૉર્બ્સના અમીરોની યાદીમાં સ્થાન મળ્યું છે. ઍરિક પાસે ૧૧ બિલ્યન ડૉલરની સંપત્તિ આંકવામાં આવી. ઍરિકની પાસે ટ્રમ્પની તુલનામાં પાંચ ગણી વધારે મિલકત છે.

national news international news amazon