બ્રિટનમાં થઈ ભારે બર્ફવર્ષા

05 November, 2012 05:28 AM IST  | 

બ્રિટનમાં થઈ ભારે બર્ફવર્ષા

દેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ભારે બર્ફ પડ્યો છે જ્યારે દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે જેને કારણે આ વિસ્તારને હાઈ અલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે. નિષ્ણાતોએ કરેલી જાહેરાત પ્રમાણે શનિવારની રાત છેલ્લાં ૧૪ વર્ષમાં સૌથી ઠંડી રાત હતી. હજી પણ બ્રિટનના અનેક વિસ્તારોમાં ભારે બર્ફવર્ષા થવાની હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે.