હિમના હાહાકારથી વીજળી ગૂલ

16 February, 2021 12:23 PM IST  | 

હિમના હાહાકારથી વીજળી ગૂલ

બરફવર્ષા

અમેરિકામાં ભારે બરફવર્ષાને કારણે ફ્લાઇટ્સ રદ કરવી પડી અને ટ્રાફિકને પણ વ્યાપક અસર થઈ હતી અને એના બીજા દિવસે ટેક્સસમાં વીજ-કટોકટી સર્જાઈ હતી તથા દક્ષિણ ભાગમાં બરફનું તોફાન જારી રહેતાં તાપમાન નીચું ગયું હતું. ઇલેક્ટ્રિક રિલાયેબિલિટી કાઉન્સિલ ઑફ ટેક્સસ દ્વારા સોમવારે સવારે થોડા સમય માટે વીજકાપ મૂકવામાં આવતાં હજ્જારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમે ટેક્સસવાસીઓને સલામતી પર ધ્યાન આપવાની વિનંતી કરીએ છીએ એમ કહી કાઉન્સિલે રહેવાસીઓને વીજવપરાશ ઘટાડવાનો અનુરોધ કરતી ટ્વીટ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વીજપુરવઠાના પ્રવાહનું વ્યવસ્થાપન ઍરકોટ સંભાળે છે. ટ્રાફિક લાઇટ તથા અન્ય માળખાકીય સુવિધાઓ થોડા સમય સુધી વીજપુરવઠાથી વંચિત રહેશે એમ ઍરકોટે જણાવ્યું હતું.

united states of america texas international news