ઇલેક્ટ્રિક કાર પણ ફેલાવે છે પ્રદૂષણ

07 October, 2012 05:57 AM IST  | 

ઇલેક્ટ્રિક કાર પણ ફેલાવે છે પ્રદૂષણ


નૉર્વેના વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસના તારણ પ્રમાણે વીજળી પેદા કરવા માટે કોલસાનો મોટા પાયે ઉપયોગ થાય છે જેને કારણે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન વધુ થાય છે. જે ફૅક્ટરીઓમાં ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં આવે છે ત્યાં પણ ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન વધુ પ્રમાણમાં થાય છે. જોકે વિજ્ઞાનીઓએ એવું પણ સ્વીકાર્યું હતું કે અનેક ખામીઓ છતાં ઇલેક્ટ્રિક વાહનો અનેક રીતે બહેતર છે.