નૉર્વેમાં ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો, પાંચનાં મોત

15 October, 2021 09:29 AM IST  |  Copenhagen | Gujarati Mid-day Correspondent

આ હુમલાખોરે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે, જેને અગાઉ કટ્ટરપંથી જાહેર કરાયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું

ધનુષ-બાણથી કરાયો આતંકી હુમલો

નૉર્વેમાં કસ્ટડીમાં રહેલા એક ડેનિશ વ્યક્તિએ નાના શહેરમાં લોકો પર ધનુષ અને બાણથી હુમલો કર્યાની શંકા છે. આ હુમલામાં પાંચ વ્યક્તિનું મૃત્યુ થયું હતું તથા અન્ય બે વ્યક્તિને જખમી થયા હતાં. આ હુમલાખોરે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે, જેને અગાઉ કટ્ટરપંથી જાહેર કરાયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. પોલીસે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

આ વ્યક્તિએ બુધવારે સાંજે કોંગ્સબર્ગ શહેરમાં અનેક સ્થળોએ ધનુષ-બાણ દ્વારા માણસોને માર્યા હતા. મરનાર વ્યક્તિઓમાં અનેક વ્યક્તિઓ સુપરમાર્કેટમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. મરનારમાં ચાર મહિલાઓ અને પુરુષનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ પોલીસ ઘટનાસ્થળે ન પહોંચી ત્યાં સુધી તેમને મારવાની શરૂઆત કરી નહોતી. આ પરથી જાણી શકાય કે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેણે ઘણાને મારી નાખ્યા હતા. નાનકડા શહેરને આઘાત પહોંચાડનારો આ હત્યાકાંડ અસંખ્ય લોકોની ઉપસ્થિતિમાં થયો હતો. પોલીસે ૨૦થી ૩૦ સાક્ષીઓ સાથે વાત કરી છે જેમણે હુમલાખોરને જોયો છે તેમ જ તેને નિર્દોષોને મોતને ઘાટ ઉતારતા પણ જોયો હતો.

international news norway denmark copenhagen