ના હોય! આ માછલીનું નામ છે બરાક ઓબામા

01 December, 2012 08:21 AM IST  | 

ના હોય! આ માછલીનું નામ છે બરાક ઓબામા




તાજા પાણીમાં જ જોવા મળતી આ માછલી અત્યંત કલરફુલ છે. આ માછલી ઉત્તર અમેરિકાની નદીઓમાંથી મળી આવી છે. વિજ્ઞાનીઓએ માછલીની કુલ પાંચ નવી જાતો શોધી છે. આ માછલીઓ અલ્બામા અને ટેનેસી સ્ટેટમાં જોવા મળે છે.

આ શોધખોળમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિજ્ઞાની ડૉ. સ્ટીવ લેમેને કહ્યું હતું કે પર્યાવરણની જાળવણીને લઈને બરાક ઓબામા અત્યંત સક્રિય છે અને એટલે જ માછલીની નવી જાતને તેમનું નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માછલીને ઓબામાનું નામ અપાયું છે તેમાં નર માછલીની મહત્તમ લંબાઈ ૪૮ મિલીમીટર હોય છે, જ્યારે માદા માછલી વધુમાં વધુ ૪૩ મિલીમીટરની હોય છે. વિજ્ઞાનીઓએ શોધેલી માછલીની અન્ય નવી જાતોને ભૂતપૂર્વ પ્રમુખ ટેડી રુઝવેલ્ટ, જિમી કાર્ટર, બિલ ક્લિન્ટન અને ભૂતપૂર્વ ઉપ-પ્રમુખ અલ ગોરનું નામ આપવામાં આવ્યું છે.