અમેરિકાની પોસ્ટ ઑફિસમાં ફાયરિંગ : ત્રણનાં મોત

14 October, 2021 03:19 PM IST  |  Memphis | Agency

આ ઘટના પછી પોસ્ટ ઑફિસ તરફના આખા રસ્તાને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને એક સફેદ રંગની કારને પણ જપ્ત કરવામાં આવી હતી. જોકે તે કાર કોની હતી તે વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ટેનેન્સી પાસેના મેમ્ફિસનગરની પોસ્ટ ઑફિસમાં ગોળીબાર થતાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, જેમાંથી એક હુમલો કરનાર પોતે હતો. ત્રણેય પોસ્ટ ઑફિસના કર્મચારીઓ હતા. થોડાં સપ્તાહમાં ટેનેન્સી પાસે થયેલો આ ત્રીજો મોટો ગોળીબાર છે. અમેરિકાના પોસ્ટ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે મેમ્ફિસ ડાઉનટાઉનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ત્રણ પોસ્ટલ કર્મચારીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. એફબીઆઇ પ્રતિનિધિએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે ગોળીબાર ત્રીજા પોસ્ટલ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો હતો એટલું જણાયું છે, પણ તેની પાછળનો હેતુ કે ચોક્કસ કારણ હજી જાહેર કરવામાં આવ્યા નથી. આ ઘટના પછી પોસ્ટ ઑફિસ તરફના આખા રસ્તાને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને એક સફેદ રંગની કારને પણ જપ્ત કરવામાં આવી હતી. જોકે તે કાર કોની હતી તે વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ.

international news united states of america