45 વર્ષ બાદ ચીન સાથેની LAC પર ફાયરિંગ થયું

08 September, 2020 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

45 વર્ષ બાદ ચીન સાથેની LAC પર ફાયરિંગ થયું

હથિયારબંધ ચીની સૈનિકો

પૂર્વ લદ્દાખમાં સોમવારે ગલવાન ખીણ જેવી ઘટનાને ફરી અંજામ આપવાની ચીનની કોશિશોને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવી દીધી હતી. ચીનના સૈનિકો સળિયાઓ અને ભાલા સાથે ભારતીય ચોકી તરફ આક્રમકપણે ધસી રહ્યા હતા.

રેજાંગ લાના ઉત્તર સ્થિત મુખપુરીમાં ધારદાર હથિયારો સાથે 50 જેટલા ચીની સૈનિકો ભારતની સીમા ઉપર કબજો કરવાના ઈરાદાથી આવ્યા હતા.

ચીને ખોટી વાર્તા બનાવતા કહ્યું કે, ભારતીય સૈનિકો સાથે વાતચીત કરવા માટે ગયા હતા, પરંતુ ભારતીય સૈનિકોએ ઉશ્કેરણી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. હવે એવા ફોટો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ચીન વાતચીત કરવા તો નહોતું જ આવ્યું.

ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે 50 જેટલા ચીની સૈનિકોના હાથમાં સળિયા અને ભાલા જેવાં ધારદાર હથિયારો છે. આ સૈનિકો હથિયાર સાથે એ સ્થળે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યાં ભારતીય સૈનિકો ફક્ત 200 મીટર દૂર હતા. આમ ગલવાન ખીણની ઘટનાનું પુનરાવર્તન થતાં થતાં રહી ગયું હતું. ચીનના સૈનિકોએ 10થી 15 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. 45 વર્ષ બાદ LACમાં ફાયરિંગ થયુ છે.

ચીનના સૈનિકો પાસે જે હથિયાર હતાં તેને ગુઆંડાઓ કહેવાય છે. ચીની માર્શલ આર્ટમાં આનો ઉપયોગ થાય છે. આમાં 5-6 ફીટ લાંબા પૉલમાં બ્લેડ લાગેલી હોય છે. ભારતની બર્છી જેવો આ હોય છે. આને આપણે બર્છી અને ભાલાનો સંયુક્તરૂપ કહી શકીએ.       

china national news