ફિનલૅન્ડમાં યોજાઈ મોબાઇલ ફોન ફેંકવાની અનોખી સ્પર્ધા

20 August, 2012 05:33 AM IST  | 

ફિનલૅન્ડમાં યોજાઈ મોબાઇલ ફોન ફેંકવાની અનોખી સ્પર્ધા

આ સ્પર્ધામાં ત્રણ કૅટગરી હતી. પહેલી કૅટેગરીમાં ખભા પરથી ફોન ફેંકવાનો હતો, બીજી ફ્રી સ્ટાઇલ કૅટેગરી હતી, જ્યારે ત્રીજી ૧૨ વર્ષથી નીચેનાં બાળકો માટે જુનિયર કૅટેગરી હતી. ફિનલૅન્ડમાં સૌથી પહેલાં ૨૦૦૦ની સાલમાં આ સ્પર્ધા યોજાઈ હતી અને પછી સતત એની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં આ સ્પર્ધા બીજા અનેક દેશોમાં પણ યોજાય છે.