Brother`s Day 2022: જાણો કેમ ઊજવાઈ છે બ્રધર્સ ડે, શું છે મહત્ત્વ?

24 May, 2022 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નેશનલ બ્રધર્સ ડેની શરૂઆત થોડી અસ્પષ્ટ છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

ભાઈ એટલે એ વ્યક્તિ જે તમને હસી-મજાક સાથે નાના-મોટા કાવતરામાં પણ તમારો સાથ આપે, તમને ખીજવે અને દલીલ કરો. જોકે, ભાઈઓ સાથે આનંદ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર તો નથી, પરંતુ ભાઈઓ સાથેના ખાસ બંધનનું સન્માન કરવા અને પ્રશંસા કરવા માટે એક ચોક્કસ દિવસ જરૂર રાખવામાં આવ્યો છે.

દર વર્ષે 24 મેના રોજ નેશનલ બ્રધર્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ ભાઈ-બહેન વચ્ચેના અનન્ય જોડાણને માન આપવાનો હતો. આ દિવસ મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સમાં મનાવવામાં આવે છે, પરંતુ હવે તે સમગ્ર વિશ્વમાં અન્ય ઘણા દેશોમાં પણ મનાવવામાં આવે છે. 24મી મેના રોજ ઓસ્ટ્રેલિયા, રશિયા, એશિયાઈ દેશો જેમ કે ભારત અને યુરોપીયન દેશો જેમ કે ફ્રાન્સ અને જર્મની બધા જ બ્રધર્સ ડે ઊજવે છે.

ઈતિહાસ

નેશનલ બ્રધર્સ ડેની શરૂઆત થોડી અસ્પષ્ટ છે. ડેનિયલ રોડ્સ એ આ દિવસની ઉજવણી શરૂ કરી હોવાનું કહેવાય છે. 24 મે, 2005થી લોકો આ દિવસીની ઉજવણી કરી રહ્યા છે.

ભલે ભાઈઓ તમને પરેશાન કરે, શરમાવે અને આપણું જીવન અઘરું બનાવે, તો પણ ભાઈઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. એ ભાઈબંધીનું આકર્ષણ છે. જ્યારે આ અમૂલ્ય બંધનને યાદ કરવા માટે આપણને કોઈ અલગ દિવસની જરૂર નથી, ત્યારે ભાઈનો દિવસ આપણને આપણા ભાઈઓ પ્રત્યેનો અગાધ સ્નેહ દર્શાવવાની તક આપે છે, જે આપણે ભાગ્યે જ કરીએ છીએ.

વૅલ તમે પણ જો તમારા ભાઈને કોઈ ગીત ડેડિકેટેડ કરવા માગતા હોવ તો આ રહ્યું એક સુંદર ગીત.

હેપ્પી બ્રધર્સ ડે!

international news