ન્યુક્લિયર હથિયારોના દસ્તાવેજો માટે ટ્રમ્પને ત્યાં દરોડો પડ્યો હતો

13 August, 2022 09:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જોકે આવો કોઈ ડૉક્યુમેન્ટ આ દરોડા દરમ્યાન મળ્યો છે કે નહીં એના વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી

ફાઇલ તસવીર

ફ્લૉરિડાના પામ બીચમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસૉર્ટમાં આ અઠવાડિયામાં એફબીઆઇએ દરોડો પાડ્યો હતો. હવે ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ના એક રિપોર્ટ અનુસાર એફબીઆઇના એજન્ટ્સ વાસ્તવમાં ન્યુક્લિયર હથિયારોને સંબંધિત સંવેદનશીલ દસ્તાવેજોને શોધી રહ્યા હતા. જોકે આવો કોઈ ડૉક્યુમેન્ટ આ દરોડા દરમ્યાન મળ્યો છે કે નહીં એના વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. નોંધપાત્ર છે કે ટ્રમ્પ ૨૦૨૦માં અમેરિકાની ચૂંટણીમાં પરાજય બાદ પોતાની સાથે ૧૫ બૉક્સમાં સંવેદનશીલ સરકારી દસ્તાવેજોને લઈ ગયા હતા જે તપાસનો વિષય છે.

જ્યૉર્જિયામાં ૨૦૨૦ની ચૂંટણીનાં પરિણામો પલટાવવાની પણ તપાસ ચાલી રહી છે, જ્યારે ન્યુ યૉર્કમાં ટ્રમ્પના બિઝનેસની પણ તપાસ ચાલી રહી છે. આ સંબંધમાં જ દરોડા પાડવામાં આવ્યા હતા. 

international news donald trump