ફ્રાન્સમાં પણ ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી

03 April, 2021 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એફએનએસઈએ નામનું દેશનું સૌથી મોટું સંગઠન યુરોપિયન સબસિડી પરના સુધારા સામેના વિરોધમાં તેમ જ ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા ‘સેવ યૉર ફાર્મર’ના બૅનર હેઠળ ટ્રૅક્ટર-રૅલી સાથે આંદોલન પર ઊતર્યું છે.

કેટલાક નૅશનલ હાઇવે રોકી દીધા હતા.  એ.એફ.પી.

ભારતમાં ઘણાં અઠવાડિયાંઓથી ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં ટ્રૅક્ટર-રૅલી અને બીજાં માધ્યમો મારફત આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ ફ્રાન્સમાં પણ ખેડૂતો પરેશાન છે. એફએનએસઈએ નામનું દેશનું સૌથી મોટું સંગઠન યુરોપિયન સબસિડી પરના સુધારા સામેના વિરોધમાં તેમ જ ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા ‘સેવ યૉર ફાર્મર’ના બૅનર હેઠળ ટ્રૅક્ટર-રૅલી સાથે આંદોલન પર ઊતર્યું છે. તેમણે કેટલાક નૅશનલ હાઇવે રોકી દીધા હતા.  એ.એફ.પી.

international news france national news