સ્પેસ એક્સનું હ્યુમન સ્પેસ મિશન લૉન્ચિંગની ૧૬ મિનિટ પહેલાં અટક્યું

29 May, 2020 04:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સ્પેસ એક્સનું હ્યુમન સ્પેસ મિશન લૉન્ચિંગની ૧૬ મિનિટ પહેલાં અટક્યું

૯ વર્ષ બાદ અમેરિકા ઇતિહાસ રચવાની આરે હતું, પરંતુ ખરાબ મોસમને કારણે આજે હ્યુમન સ્પેસ મિશનને રોકવું પડ્યું. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા પ્રાઇવેટ કંપની સ્પેસ એક્સના ડ્રૅગન સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરીક્ષયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન મોકલવાની તૈયારીમાં હતી.

૨૦૨૦ની ૨૭ મેએ મોડી રાતે ૨.૦૩ વાગ્યે નાસાએ ફોલ્કન રૉકેટથી બે અમેરિકી ઍસ્ટ્રોનૉટ્સ રવાના કરવાનું હતુ પરંતુ ૧૬.૫૪ મિનિટ પહેલાં આ મિશનને રોકી દીધું હતું. નાસાએ જણાવ્યું કે ખરાબ મોસમને કારણે લૉન્ચ થઈ રહ્યું નથી. હવે આ મિશન ત્રણ દિવસ બાદ થશે.

સ્પેસ એક્સનો ડ્રૅગન સ્પેસક્રાફ્ટ ફોલ્કન રૉકેટની ઉપર લગાવવામાં આવ્યું હતું, જેની અંદર બેસેલા અમેરિકી અંતરીક્ષ મુસાફરોનાં નામ છે, રૉબર્ટ બેનકેન અને ડગ્લાસ હર્લે. બન્ને અંતરીક્ષ મુસાફર પહેલાં પણ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા કરી ચૂક્યા છે. આ બન્ને ઍસ્ટ્રોનૉટ્સને અમેરિકી કંપની સ્પેસ-એક્સના સ્પેસક્રાફ્ટ ડ્રૅગનથી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન માટે મોકલવામાં આવ્યા છે. સ્પેસ-એક્સ અમેરિકી ઉદ્યોગપતિ ઍલન મસ્કની કંપની છે. આ નાસાની સાથે મળીને ભવિષ્ય માટે કેટલાંક અંતરીક્ષ મિશન પર કામ કરી રહી છે.

international news united states of america washington