ફેસબુકના ઍક્ટિવ યુઝર્સની સંખ્યા ૧૦૦ કરોડ થઈ ગઈ

05 October, 2012 05:06 AM IST  | 

ફેસબુકના ઍક્ટિવ યુઝર્સની સંખ્યા ૧૦૦ કરોડ થઈ ગઈ



વિશ્વની સૌથી લોકપ્રિય સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકના યુઝર્સની સંખ્યા ગઈ કાલે ૧૦૦ કરોડને પાર થઈ ગઈ છે. આ સાથે જ હવે વિશ્વમાં દર સાતમાંથી એક વ્યક્તિ ફેસબુક પર અકાઉન્ટ ધરાવે છે. ફેસબુકના સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર માર્ક ઝુકરબર્ગે ગઈ કાલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આજે સવારે ફેસબુકના યુઝર્સની સંખ્યા ૧૦૦ કરોડ થઈ ગઈ છે.

ઝુકરબર્ગે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ફેસબુકના યુઝર્સનો આભાર માન્યો હતો. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે લોકોને જોડવામાં મદદરૂપ બનવું એ મારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. અમેરિકાના કૅલિફૉર્નિયા શહેરમાં હેડક્વૉર્ટર ધરાવતા ફેસબુકના યુઝર્સ જુદા-જુદા ૨૦૦ જેટલા દેશોમાં ફેલાયેલા છે. ૨૦૦૪માં લૉન્ચ થયેલી ફેસબુકના યુઝર્સની સંખ્યા માત્ર છ જ મહિનામાં પાંચ કરોડ થઈ ગઈ હતી.