US Election: માર્ક ઝુકરબર્ગે આપી આ ગંભીર ચેતવણી...

30 October, 2020 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

US Election: માર્ક ઝુકરબર્ગે આપી આ ગંભીર ચેતવણી...

માર્ક ઝઉકરબર્ગ

અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે પણ ચૂંટણીને લઈને અમેરિકામાં સ્થિતિ સ્ફોટક છે એમ ફેસબૂક (Facebook)ના સીઈઓ અને સ્થાપક માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)નું માનવું છે.

માર્ક ઝુકરબર્ગે કહ્યુ છે કે, જો કોરોના સંક્રમણની વચ્ચે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો કે મતગણતરીમાં ગરબડના આક્ષેપ થયા તો અમેરિકામાં નાગરિકો વચ્ચે હિંસા ફાટી નિકળે તેવી શક્યતાઓ છે.

ઝુકરબર્ગે ફેસબૂક અને સોશ્યલ મીડિયા સાઈટ્સને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે. સોશ્યલ મીડિયા માટે અને ખાસ કરીને ફેસબૂક માટે આ અગ્નિ પરીક્ષાની ઘડી છે.ફેસબૂક પર ખોટા મેસેજનો પ્રચાર થતો રોકવા માટે નક્કર પગલા લેવા પડશે, એમ પણ તેમણે કહ્યું હતું.

નોંધનિય છે કે, ફેસબૂક પર ચૂંટણી પ્રચારમાં કોઈની તરફેણ કરવાના આરોપ લાગતા રહ્યા છે. ચાર વર્ષ પહેલાની ચૂંટણીમાં પણ વોટરો સાથે છેતરપિંડી કરવાના આક્ષેપ ફેસબૂક પર થયા હતા. જેના પગલે આ વખતે ફેસબૂક પર પોલિટિકલ એડ આપવાના નિયમો આકરા કરી દેવાયા છે.

us elections facebook mark zuckerberg international news