કૅનેડામાં આવેલા ભયાનક પૂરમાં હજી ૧૮,૦૦૦ લોકો ફસાયા છે

20 November, 2021 04:25 PM IST  |  Toranto | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીમાં લૅન્ડસ્લાઇડને કારણે વાહનો રસ્તા પરથી ઊતરી જવાની બનેલી ઘટનાને પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે.

કૅનેડામાં આવેલા ભયાનક પૂરમાં હજી ૧૮,૦૦૦ લોકો ફસાયા છે

પશ્ચિમ કૅનેડામાં ઇમર્જન્સી ક્રૂ હજી પણ લૅન્ડસ્લાઇડમાં ફસાયેલા અને વિનાશક પૂરને લીધે ગ્રોસરી સ્ટોરના શેલ્ફ પરથી ખોરાક મેળવવા સંઘર્ષ કરી રહેલા ૧૮૦૦૦ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. 
આ પ્રદેશના પહેલાથી જ ડૂબી ગયેલા વિસ્તારોના સમુદાયો આવતા અઠવાડિયે મુશળધાર વરસાદ માટે તૈયાર છે, એમ જણાવતાં બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના પ્રીમિયરે કટોકટી જાહેર કરીને ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં ભાવનાત્મક સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આવા કપરા સમયમાં લોકો પરસ્પર સહયોગ સાધી રહ્યા છે તેને હું એક મોટી સિદ્ધિ લેખુ છું. અત્યાર સુધીમાં લૅન્ડસ્લાઇડને કારણે વાહનો રસ્તા પરથી ઊતરી જવાની બનેલી ઘટનાને પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે. જોકે અનેક લોકો ગુમ થયા છે તેમ જ કાટમાળ હટાવીને બચાવકાર્ય ચાલી રહ્યું છે, જે મરણાંક હજી વધવાની શક્યતા દર્શાવે છે એમ તેઓએ જણાવ્યું હતું.  
આવતા અઠવાડિયે અને ત્યાર બાદ પડનારા વરસાદથી ઉદ્ભવનારી પરિસ્થિતિ વિશે વધુ ચિંતિત હોવાનું જણાવતાં અબોટ્સફોર્ડ શહેરના મેયર હેન્રી બ્રાઉને કહ્યું હતું કે અધિકારીઓ પમ્પિંગ સ્ટેશન પર સતત ધ્યાન આપી રહ્યા છે કેમ કે જો પમ્પિંગ સ્ટેશન નિષ્ફળ જશે તો ખેતરો અને પ્રાણીઓ જે પહેલાંથી જ ડૂબી ગયાં હોવાની 
કપરી સ્થિતિ સામે ઝઝૂમી રહેલા લોકો માટે હવે પછીની સ્થિતિ અત્યંત દુખદાયી અને વિનાશક બની રહેશે. શહેરના પુનરુત્થાનમાં સહેજે એક અબજ ડૉલર (લગભગ ૭૪.૩૯ અબજ રૂપિયા)નો ખર્ચ થશે એમ પણ તેઓએ જણાવ્યું હતું. 

international news canada