શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે, કાર્યક્રમમાં લેશે ભાગ

08 February, 2019 03:29 PM IST  | 

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે, કાર્યક્રમમાં લેશે ભાગ

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ આવશે ભારતના પ્રવાસે

મહિંદા રાજપક્ષે ભારત આવી રહ્યા છે. તેઓ બેંગ્લોરમાં ભારત-શ્રીલંકાના સંબંધો પર આધારિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. મહિંદા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. હાલ તેઓ શ્રીલંકામાં નેતા વિપક્ષના પદ પર છે. ગયા મહિને શ્રીલંકામાં વિપક્ષના નેતા બન્યા છે. છ મહિનામાં મહિંદા રાજપક્ષેની આજ બીજી ભારત યાત્રા છે. રાજપક્ષેના કાર્યાલયે આ જાણકારી આપી છે.

આ પહેલા રાજપક્ષે સપ્ટેંબર 2018માં ભારતની યાત્રા પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થઈ હતી. ભારત આવેલા રાજપક્ષેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ કેનેડાની ક્રિપ્ટોકરન્સી કંપનીના CEO ના અચાનક મોતથી રોકાણકારોના કરોડોની રકમ ફસાઇ

રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ ઓક્ટોબરમાં રાનિલ વિક્રમસિંઘેને હટાવીને મહિંદા રાજપક્ષેને દેશા નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. રાજપક્ષેની નિયુક્તિથી શ્રીલંકામાં રાજનૈતિક સંટક ઉભું થયું હતું. આ સંકટ લગભગ 50 દિવસો પછી ખતમ થયું હતું. શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી બાદ પોતાનો નિર્ણય રાનિલ વિક્રમસિંઘના પક્ષમાં આપ્યો હતો. સંસદમાં રાનિલ વિક્રમસિંઘે બહુમતિ સાબિત કરી હતી. કોર્ટના નિર્ણયની સામે ઝુકતા રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ રાનિલ વિક્રમસિંઘને ફરીથી વડાપ્રધાન બનાવ્યા હતા.