Suez Canal : સ્વેજ નહેરમાંથી 6 દિવસ પછી નીકળ્યું વિશાળકાય માલવાહક જહાજ

29 March, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્વેજ નહેરમાં ફસાયેલું જહાજ એવર ગિવેન 6 દિવસ પછી કાઢી શકાયું છે. હવે આ જહાજ પોતાના ગંતવ્ય તરફ વધી રહ્યું છે. આ જહાજ પર સવાર ચાલક દળના બધાં 25 ભારતીયો પણ સુરક્ષિત છે.

ફાઇલ ફોટો

સ્વેજ નહેરમાં છેલ્લા 6 દિવસોથી ફસાયેલા વિશાળકાય માલવાહક જહાજ એવર ગિવેન નીકળી ગયું છે અને ધીમે-ધીમે પોતાના ગંતવ્ય તરફ વધી રહ્યું છે. કહેવામાં આવે છે કે સોમવારે સ્થાનિત સમયાનુસાર સવારે 4.30 વાગ્યે માલવાહક જહાજને કાઢી લેવામાં આવ્યું છે. કન્ટેનરશિપ એવર ગિવેનમાંથી નીકળવાથી વિશ્વએ રાહતના શ્વાસ લીધા. આ પહેલા સ્વેજ નહેરમાં ફસાયેલા આ વિશાળકાય જહાજને બચાવવાના કામમાં બે વિશેષ જહાજ લગાડવામાં આવ્યા હતા.

એશિયા અને યૂરોપ વચ્ચે માલ લઈને જનાર, પનામાના ધ્વજ વાળું એવર ગિવેન નામનું જહાજ મંગળવારે આ નહેરમાં ફસાઇ ગયું હતું. ત્યારથી અધિકારી જહાજને કાઢવા અને જળમાર્ગને જામમાંથી મુક્ત કરાવવાના પ્રયત્નોમાં લાગેલા હતા. સખત મહેનત પછી હવે તેમને સફળતા મળી ગઈ. એવર ગિવેન જહાજને 25 ભારતીય ચલાવી રહ્યા છે. બધાં ભારતીય ચાલકો સંપૂર્ણ રીતે સુરક્ષિત કહેવામાં આવી રહ્યા છે. 193.3 કિલોમીટર લાંબી સ્વેજ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. આ રસ્તાથી વિશ્વની લગભગ 30 ટકા શિપિંગ કન્ટેનર પસાર થાય છે. આખા વિશ્વનો 12 ટકા સામાન આ નહેર દ્વારા લઈ જવામાં આવે છે.

વિશ્વના 300થી વધારે માલવાહક જહાજ અને તેલના કન્ટેનર ફસાયા
આ નહેરથી દરરોડ નવ અરબ ડૉલરનું કારોબાર થાય છે. જહાજના ફસાવાથી વૈશ્વિક પરિવહન અને વ્યાપાર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. જે પહેલાથી કોરોના મહામારીથી પ્રભાવિત છે. બર્નહાર્ડ શિપમેનેજમેન્ટે કહ્યું કે પ્રારંભિક તપાસમાં કોઇક યાંત્રિક ગરબડી કે એન્જિનનું ફેલ થવું જહાજના ફસાવાને કારણ તરીકે સામે આવ્યું નથી. વિશ્વના વ્યસ્તતમ સમુદ્રી માગ્રોમાંનું એક મિસ્ત્રના સ્વેજ નહેરમાં વિશાળ કન્ટેનર શિપ એવર ગિવેનના ફસાવાથી વિશ્વભરના 300થી વધારે માલવાહક જહાજ અને તેલ કન્ટેનર ફસાઇ ગયા હતા.

સમુદ્રમાં થયેલા ટ્રાફિક જામની અસર વિશ્વમાં સ્પષ્ટ જોવા મળી હતી. ટૉઇલેટ પેપર બનાવનારી સૌથી મોટી કંપની સુઝાનો એસએ ચેતવણી આપી હતી કે જહાજ ફસાવાથી વૈશ્વિક સ્તરે ટોઇલેટ પેપરનું સંકટ પેદા થઈ શકે છે. સુજાનો એસએએ કહ્યું કે ટૉઇલેટ પેપર લઈ જનારા જહાજો અને શિપિંગ કન્ટેનરની ખૂબ જ અછત વર્તાઇ છે. સ્વેજ નહેરમાં થયેલા આ જામથી બચવા માટે અનેક દેશોના જહાજ આફ્રિકાનું ચક્કપ લગાડવા જતા-આવતા હતા. આથી સામાનના આવવામાં એક અઠવાડિયાનો સમય વધી ગયો છે.

international news