આખરે ટ્રમ્પના તેવર ઢીલાં પડ્યા, સત્તાસુકાન વિજેતાને સોંપવા તૈયાર

09 January, 2021 02:39 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આખરે ટ્રમ્પના તેવર ઢીલાં પડ્યા, સત્તાસુકાન વિજેતાને સોંપવા તૈયાર

વોશિંગ્ટનમાં તોફાનો બાદ આવેલા અમેરિકાના સંસદ પરિસરની બહાર પહેરો ભરતા જવાનો (તસવીર: એ.એફ.પી.)

વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે સવારે વિડિયો મેસેજ રિલિઝ કરીને એવો દાવો કર્યો હતો કે ગુરુવારે થયેલી હિંસાથી મને ખૂબ દુઃખ થયું હતું. અમેરિકામાં થયેલી હિંસાથી હું વ્યથિત છું.

હિંસાના ચોવીસ કલાક બાદ રિલીઝ કરેલા આ સંદેશામાં ટ્રમ્પે એેવો પણ દાવો કર્યો હતો કે હવે મારું ફોકસ સત્તાસુકાન વિજેતાને સોંપવાનું છે. ૨૦ જાન્યુઆરીએ જો બાઇડન સત્તાગ્રહણ કરશે એ હકીકત પણ તેમણે સ્વીકારી હતી.

અત્રે એ યાદ રહે કે ગુરુવારે ટ્રમ્પે કરેલા એક ઉશ્કેરણીજનક ભાષણ પછી તેમના હજારો સમર્થકો સૅનેટ પર ધસી ગયા હતા અને ત્યાં ભાંગફોડ કરી હતી. અમેરિકી સંસદ પર આ પ્રકારનો હુમલો બસો વર્ષ પછી થયો હતો. આ પ્રસંગે સિક્યૉરિટીએ કરેલા ગોળીબારમાં એક મહિલા સહિત કુલ ચાર મરણ થયાં હતાં.

international news united states of america donald trump