પાકિસ્તાને ટમેટાં ઈરાનથી આયાત કર્યાં છતાં ભાવ ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પાર

21 November, 2019 12:24 PM IST  |  Islamabad

પાકિસ્તાને ટમેટાં ઈરાનથી આયાત કર્યાં છતાં ભાવ ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પાર

પાકિસ્તાનમાં આસમાને પહોંચ્યા ટામેટાના ભાવ

પાકિસ્તાનના કરાચી શહેરમાં ટમેટાંનો ભાવ રેકૉર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટમેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. ઈરાનથી ટમેટાં મગાવ્યા બાદ પણ ભાવના ઘટાડામાં કોઈ ફેર નથી પડી રહ્યો. સ્થાનિક અખબાર પ્રમાણે અમુક સંગ્રહખોરો વધારે નફો મેળવવા માટે ભાવવધારો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લાહોરમાં લગ્ન સમયે કન્યાએ કાનના ઝૂમકા અને ટીકા તરીકે ટમેટાં પહેર્યાં

જોકે સ્થાનિક પ્રશાસને ભાવ ૨૫૩ રૂપિયા પ્રતિ કિલો કહ્યો હતો જે સોમવારે ૧૯૩ રૂપિયા પ્રતિ કિલો હતો. જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે કોઈ પણ વેપારી આ ભાવ પર ટમેટાં નથી વેચી રહ્યા. સ્થાનિક ટ્રેડરના કહેવા પ્રમાણે ૧૩-૧૪ કિલોના ટમેટાંવાળું બોક્સ ૪૨૦૦-૪૫૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેનો ભાવ ટમેટાંની ગુણવત્તા પર આધાર રાખે છે. સરકારે ગયા અઠવાડિયે ૪૫૦૦ ટન ટમેટાંની ઈરાનથી આયાત કરી હતી પરંતુ તે હજી માર્કેટમાં આવવાના બાકી છે તેથી બજારોમાં ભાવ વધી રહ્યો છે.

islamabad pakistan