એક જોતાં બીજું ભુલાય એવાં ડૅફડિલનાં શિલ્પોથી સજ્યું છે ઑસ્ટ્રિયા

02 June, 2025 12:52 PM IST  |  Vienna | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે અલ્ટૉસી ગામના ખૂણે-ખૂણે ડૅફડિલ ફ્લાવર્સથી સજાવેલાં શિલ્પો હતાં. ડૅફડિલ્સ જેને આપણે નરગિસનાં ફૂલો તરીકે ઓળખીએ છીએ એ આ વિસ્તારમાં વિપુલ માત્રામાં ઊગે છે.

ડૅફડિલ ફેસ્ટિવલ

છેલ્લા ૪ દિવસથી યુરોપ ખંડના ઑસ્ટ્રિયા દેશમાં સૌથી મોટો ડૅફડિલ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. ખાસ કરીને અલ્ટૉસી નામનું રળિયામણું ગામ ડૅફડિલ્સ ફ્લાવરનો મહોત્સવ રંગેચંગે ઊજવે છે. એમાં આ ફ્લાવરમાંથી બનેલી રેસિપી, આ ફ્લાવર્સથી સજાવેલી વિન્ટેજ કારની રેસ અને ટ્રેડિશનલ કૉસ્ચ્યુમ કૉમ્પિટિશન જેવા કાર્યક્રમો યોજાય છે. છેક છેલ્લા દિવસે આખા ગામમાં ડૅફડિલ ફ્લાવર્સથી શિલ્પો સજાવાય છે. કેટલાંક બાવલાં અલ્ટૉસી લેકની અંદર હોડકાંમાં તરતાં મુકાય છે તો પ્રાણીઓના શેપનાં કેટલાંક બાવલાંનાં સરઘસ નીકળે છે. ગઈ કાલે અલ્ટૉસી ગામના ખૂણે-ખૂણે ડૅફડિલ ફ્લાવર્સથી સજાવેલાં શિલ્પો હતાં. ડૅફડિલ્સ જેને આપણે નરગિસનાં ફૂલો તરીકે ઓળખીએ છીએ એ આ વિસ્તારમાં વિપુલ માત્રામાં ઊગે છે.

austria europe festivals international news news world news travel travel news