મસ્કની વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ, ચૂપ રહેવા ૧.૯૩ કરોડ ચૂકવાયા

21 May, 2022 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેસએક્સે એક મહિલા કર્મચારીની બોલતી બંધ રાખવા માટે તેને ૨,૫૦,૦૦૦ ડૉલર (લગભગ ૧.૯૩ કરોડ રૂપિયા) આપ્યા હતા, કેમ કે આ કર્મચારીએ સ્પેસએક્સના ફાઉન્ડર અને સીઈઓ ઇલૉન મસ્કની વિરુદ્ધ ૨૦૧૬માં સેક્સ્યુઅલ હૅરેસમેન્ટનો આરોપ મૂક્યો હતો.

એલન મસ્ક

વૉશિંગ્ટન : સ્પેસએક્સે એક મહિલા કર્મચારીની બોલતી બંધ રાખવા માટે તેને ૨,૫૦,૦૦૦ ડૉલર (લગભગ ૧.૯૩ કરોડ રૂપિયા) આપ્યા હતા, કેમ કે આ કર્મચારીએ સ્પેસએક્સના ફાઉન્ડર અને સીઈઓ ઇલૉન મસ્કની વિરુદ્ધ ૨૦૧૬માં સેક્સ્યુઅલ હૅરેસમેન્ટનો આરોપ મૂક્યો હતો. આ રૉકેટ લૉન્ચ કંપનીએ ૨૦૧૮માં આ ફ્લાઇટ એટેન્ડન્ટને આ પેમેન્ટ આપ્યું હતું કે જે સ્પેસએક્સ કૉર્પોરેટ જેટ માટે કામ કરતી હતી. મસ્કે આ રિપોર્ટ વિશે સીધી રીતે ઉલ્લેખ ન કરીને ગઈ કાલે માત્ર એટલું ટ્વીટ કર્યું હતું કે ‘મારી વિરુદ્ધના હુમલાઓને રાજકીય દૃષ્ટિકોણથી જોવા જોઈએ.’

world news elon musk