આ બિઝનેસમેનને પછાડી Elon Muskબન્યા દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

01 June, 2023 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટેસ્લા ઇન્કના સીઇઓ એલન મસ્ક (Elon Musk)ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એલન મસ્ક(elon musk becomes the world`s richest man)એ લક્ઝરી બ્રાન્ડ ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે.

એલન મસ્ક

ટેસ્લા ઇન્કના સીઇઓ એલન મસ્ક (Elon Musk)ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એલન મસ્ક(elon musk becomes the world`s richest man)એ લક્ઝરી બ્રાન્ડ ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. નોંધનીય છે કે બર્નાર્ડ આર્નોલ્ટની કંપની LVMHના શેરમાં બુધવારે 2.6 ટકાનો ઘટાડો થયો હતો. જેના કારણે આર્નોલ્ટને નુકસાન સહન કરવું પડ્યું અને તે સૌથી અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં બીજા નંબરે સરકી ગયા.

ઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં સૌથી અમીર વ્યક્તિ બનવા માટે આ વર્ષે એલન મસ્ક અને બર્નાર્ડ આર્નોલ્ટ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને બંનેની સંપત્તિમાં બહુ ફરક નથી. ગત વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ટેક ઈન્ડસ્ટ્રી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મસ્કની સંપત્તિમાં ઘટાડો થયો હતો. જેનો લાભ આર્નોલ્ટની કંપની LVMHને આપવામાં આવ્યો હતો. LVMH લુઈસ વિટન, ફેન્ડી અને હેનેસી જેવી લક્ઝરી બ્રાન્ડ્સની નિર્માતા કંપની છે.

આ પણ વાંચો: મસ્ક પણ ઇન્ડિયન ફૂડના ફૅન

મોંઘવારીએ ઝટકો આપ્યો

જો કે આ વર્ષે આર્નોલ્ટને વધતી જતી મોંઘવારીનો ફટકો પડ્યો છે. વધતી જતી મોંઘવારીને કારણે લક્ઝરી બ્રાન્ડના વેચાણમાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને ચીન, જે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક છે, ત્યાં પણ LVMH વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે એપ્રિલથી LVMH શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

તે જ સમયે, મસ્કે આ વર્ષે તેમની સંપત્તિમાં લગભગ $ 53 બિલિયનનો વધારો કર્યો છે. મસ્કની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો ટેસ્લા પાસે છે, જે 71 ટકા છે. મસ્કની વર્તમાન સંપત્તિ $192 બિલિયન છે. જ્યારે આર્નોલ્ટની નેટવર્થ $186 બિલિયન છે.

elon musk business news world news twitter