દીકરાએ મા-બાપને મારી, કટકા કરી, રાંધી અને માથું ફ્રિજમાં મૂકી રાખ્યું

08 August, 2014 03:15 AM IST  | 

દીકરાએ મા-બાપને મારી, કટકા કરી, રાંધી અને માથું ફ્રિજમાં મૂકી રાખ્યું




૩૦ વર્ષની ઉંમર છતાં ચાઉ કંઈ કામધંધો કરતો નહોતો અને મા-બાપના પૈસે તમામ શોખ પૂરા કરતો હતો એટલે તેના પિતાએ તેને મોજશોખના પૈસા આપવાનું બંધ કરી દીધું અને જુદા થઈ જવા કહ્યું. ભાઈસાહેબે એમાંથી કંઈક પાઠ શીખવાને બદલે એક વાર તેમને પ્રેમથી ડિનર માટે બોલાવ્યાં અને બન્નેને મારી નાખ્યાં. તેનો ગુસ્સો એટલો હતો કે તેણે તેમના શરીરના કટકા કરીને રાઇસ સાથે કુકરમાં રાંધી નાખ્યા હતા. એ પછી તેમનું માથું અને અન્ય અવયવોને તેણે ઘરના બે ફ્રિજમાં સંઘરી રાખ્યા હતા. આ કામમાં તેને એક દોસ્તનો પણ સાથ મળ્યો હતો. જ્યારે પોલીસે તેના ઘરના ફ્રિજમાંથી માતા-પિતાનું માથું અને બચેલા શરીરના અવયવો જપ્ત કયાર઼્ ત્યારે તેણે જાતે જ કબૂલી લીધું હતું કે તેણે પોતાના પેરન્ટ્સને મારી નાખ્યા હતા. જોકે તેને આ વાતનો હજીયે કોઈ અફસોસ નથી.