શ્રીલંકામાં આઠમો વિસ્ફોટ, ભારતીય દૂતાવાસ નિશાને હોવાનો ખુલાસો

21 April, 2019 03:25 PM IST  |  કોલંબો

શ્રીલંકામાં આઠમો વિસ્ફોટ, ભારતીય દૂતાવાસ નિશાને હોવાનો ખુલાસો

શ્રીલંકામાં આઠમો વિસ્ફોટ

ઈસ્ટરના મોકા પર શ્રીલંકામાં વિસ્ફોટો થતા દેશ હચમચી ઉઠ્યો છે. અહેવાલો છે કે શ્રીલંકાનો કટ્ટરપંથી સમૂહ નેશનલ થોહીથ જમાત મુખ્ય ચર્ચની સાથે સાથે ભારતીય દૂતાવાસને નિશાન બનાવીને આત્મઘાતી હુમલાની યોજના કરી રહ્યું છે. આ એ જ કટ્ટરપંથી સમૂહ છે જેણે ગયા વર્ષે બૌદ્ધ પ્રતિમાઓનો વિદ્વંસ કર્યો હતો. શ્રીલંકાના પોલીસના પ્રમુખને 10 દિવસ પહેલા જ દેશભરમાં આત્મઘાતી હુમલાને લઈને અલર્ટ જાહેર કર્યું હતું.

શ્રીલંકાની રાજધાની કોલંબો સહિતની જગ્યાઓએ વિસ્ફોટ થયો. સવારે થયેલા છ વિસ્ફોટોમાં 3 ચર્ચ અને 3 ફાઈવ સ્ટાર હોટેલને નિશાન બનાવવામાં આવ્યા હતા. જે બાદ બપોરે એક હોટેલમાં વિસ્ફોટ થયો જેમાં બે લોકોનાં મોત થઈ ગયા. આઠમાં વિસ્ફોટની પુરી જાણકારી હાલ સામે નથી આવી. અત્યાર સુધીમાં આ વિસ્ફોટમાં 156 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શ્રીલંકા બ્લાસ્ટ : સુષ્મા સ્વરાજે ભારતીયો માટે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

લિટ્ટે યુગ બાદ સૌથી મોટો હુમલો
શ્રીલંકામાં આ પહેલા વિસ્ફોટોનો ઈતિહાસ લિટ્ટે યુગનો જ છે. દેશમાં છેલ્લો મોટો હુમલો વર્ષ 2006માં થયો હતો. આજથી 13 વર્ષ પહેલા 16 ઓક્ટોબરે દિગમપટાયા નરસંહારમાં લગભગ 112 લોકોની હત્યા કરવામાં આવી હતી. લિટ્ટે સાથે જોડાયેલા ઉગ્રવાદીઓએ શ્રીલંકાની સેનાને નિશાન બનાવીને એક ટ્રકને સેનાની 15 ગાડીઓના કાફલામાં ઘુસાડી દીધી હતી.

sri lanka world news