બ્રેકિંગ ન્યૂઝઃ તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, 500થી વધુ ઈજાગ્રસ્ત

30 October, 2020 07:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બ્રેકિંગ ન્યૂઝઃ તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, 500થી વધુ ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

તૂર્કી અને ગ્રીસમાં ભૂકંપના જોરદાર ઝાટકા અનુભવાયાં છે. પશ્ચિમી ઇઝમિર પ્રાંતના કાંઠાથી લગભગ 17 કિલોમીટર દૂર 7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

પૂર્વી તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

ભૂકંપના ઝાટકા બાદ ઓછામાં ઓછા 30 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વી એલાજિગ પ્રાંતનું સિવરાઇસ શહેર હતું. તુર્કી સરકારની ડીઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ ભૂકંપનો આંચકાની પુષ્ટિ કરી છે.

તો ગૃહ, પર્યાવરણ અને સ્વાસ્થ્ય મંત્રીઓએ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાનું જણાવી રહ્યાં છે.

ભૂકંપના પગલે લગભગ 553 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માલાત્યામાં ભૂકંપ પીડિતોને આશરો આપવા માટે રમતગમતના સેન્ટર, સ્કૂલ અને ગેસ્ટ હાઉસમાં સગવડ ઊભી કરવામાં આવી છે.

turkey international news earthquake